ગુજરાત

gujarat

ETV Bharat / international

લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડનની યાદીમાંથી ગાયબ - VIRTUAL SUMMIT ON DEMOCRACY

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનએ (US President Joe Biden) લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટમાં (VIRTUAL SUMMIT) લગભગ 110 દેશોને આમંત્રિત કર્યા છે, જ્યારે રશિયા અને તુર્કીને આમંત્રિત કરવામાં આવ્યા નથી. આ વર્ચ્યુઅલ સમિટ 9 અને 10 ડિસેમ્બરે યોજાશે. અમેરિકામાં લોકશાહી (Democracy in America) પર વર્ચ્યુઅલ સમિટમાં તાઇવાનને આમંત્રણ આપ્યું છે, જ્યારે નાટો સભ્ય તૂર્કી યાદીમાંથી બહાર રખાયું છે.

લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડની યાદીમાંથી ગાયબ
લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડની યાદીમાંથી ગાયબ

By

Published : Nov 24, 2021, 11:30 AM IST

  • લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટમાં 110 દેશોને આમંત્રિત કર્યા
  • વર્ચ્યુઅલ સમિટ 9 અને 10 ડિસેમ્બરે યોજાશે
  • રશિયા અને તુર્કીને આમંત્રણ આપવામાં આવ્યું નથી

વોશિંગ્ટન: US સ્ટેટ ડિપાર્ટમેન્ટ (US State Department) દ્વારા મંગળવારે જાહેર કરાયેલી યાદી અનુસાર, તાઇવાનને વર્ચ્યુઅલ સમિટમાં (VIRTUAL SUMMIT) આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે નાટો સભ્ય તુર્કી યાદીમાંથી બહાર છે. મંગળવારે US સ્ટેટ ડિપાર્ટમેન્ટની (US State Department) વેબસાઈટ પર જાહેર કરાયેલી યાદીમાંથી દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાને બાકાત રાખવામાં આવ્યા છે. આ યાદીમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડનએ (US President Joe Biden) પશ્ચિમી સહયોગીઓની દેશો સાથે ભારત, પાકિસ્તાન અને ઈરાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:કેબિનેટ બેઠક : વાઈબ્રન્ટ 2022 અને માવઠા આર્થિક સહાય બાબતે થશે ચર્ચા

વર્ચ્યુઅલ સમિટ 9-10 ડિસેમ્બરે યોજાશે.

ઉલ્લેખનીય છે કે, રશિયા અને તુર્કીને આ સમિટમાં આમંત્રિત કર્યા નથી. આ વર્ચ્યુઅલ સમિટ 9 અને 10 ડિસેમ્બરે યોજાશે. અમેરિકામાં લોકશાહી (Democracy in America) પર યોજાનારી વર્ચ્યુઅલ સમિટમાં તાઇવાનને આમંત્રિત કર્યુ છે, જ્યારે નાટો સભ્ય તૂર્કી યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:યુએસએ ભારતને રશિયા S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી અંગે ચિંતા વ્યક્ત કરી

ABOUT THE AUTHOR

...view details