વૉશિંગટન : રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે કહ્યું કે, સંયુકત રાજ્ય અમેરિકા ફાસીવાદ વિરોધી આંદોલન એન્ટીફાને આતંકવાદી સંગઠન જાહેર કરશે.
અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના અંદાજે એક અઠવાડિયા બાદ સામે આવ્યું છે.