વોશિંગ્ટનઃ એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યં કે સીમા પર ચાલી રહેલા તણાવને દૂર કરવા અમેરિકા ભારત અને ચીન સાથે વાત કરી રહ્યું છે. વ્હાઈટ હાઉસમાં તેમણે કહ્યું હતું કે આ એક મુશ્કેલ સમય છે અમે ભારત સાથે વાત કરી રહ્યાં છીએ અને ચીન સાથે પણ વાત કરી રહ્યાં છીએ.
ભારત અને ચીન વચ્ચેની સ્થિતિ અંગે પુછતાં ટ્રમ્પે જણાવ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે સ્થિતિ વિકટ છે. અમે જોઈએ કે અમે શું કરી શકીએ. આ સંકટના સમયમાંથી બહાર નિકળવા અમે બંને દેશોને મદદ કરવાના પ્રયાસ કરીશું.'