ન્યૂયોર્કઃ યુએસની નોર્થવેસ્ટન યુનિવર્સીટીમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં કોરોના વાયરસ પોઝીટીવ 16 સગર્ભા મહિલાઓના પ્લસેન્ટામાં ઈજાના પુરાવાઓ જોવા મળ્યા હતા. તેનો મતલબ એ છે કે જો કોઈ સગર્ભા મહિલાનો Covid-19 ટેસ્ટ પઝીટીવ આવે છે તો તેને કોઈ ખાસ પ્રકારની સારવારની જરૂર પડી શકે છે.
ન્યુયોર્ક: તાજેતરમાં યુએસમાં થયેલા એક અભ્યાસમાં 16 Covid-19 પોઝીટીવ સગર્ભા મહિલાઓના પ્લસેન્ટામાં ઈજાના પુરાવા જોવા મળ્યા હતા અને તેના કારણે જ Covid-19 પોઝીટીવ સગર્ભા મહિલાઓની સારવારની રીત બદલાઈ શકે છે. શિકાગોની નોર્થવેસ્ટન યુનિવર્સીટીમાં હાથ ધરવામાં આવેલો અભ્યાસ અમેરીકન જર્નલ ઓફ ક્લીનીકલ સાયકોલોજીમાં પ્રસીદ્ધ થયો હતો. આ અભ્યાસ અત્યાર સુધી Covid-19 સગર્ભા મહિલાઓના પ્લસેન્ટ્સ પર થયેલા અભ્યાસમાંનો સૌથી મોટો અભ્યાસ હતો.
આ 16 સગર્ભા મહિલાઓ પૈકી 15 સગર્ભાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો, જ્યારે એક સગર્ભાને ગર્ભપાત થયો હતો. જો કે આ તમામ બાળકોમાંથી એક પણ બાળક વાયરસથી સંક્રમીત થયેલુ ન હતું. સંશોધકોનું કહેવુ હતુ કે આ સગર્ભાઓના પ્લસેન્ટ્સમાં ઈજાના નિશાન મળવા એ ખુબજ આશ્ચર્યજનક હતુ કારણકે આ બાળકો એક નોર્મલ પ્રેગ્નન્સીનો સમય પૂર્ણ થયા બાદ જન્મ્યા હતા.