ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાના વિશેષ દૂત જોન કેરી 12 સપ્ટેમ્બરે ભારત આવશે, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના જળવાયુ સંબંધિત વિશેષ દૂત જોન કેરી આગામી સપ્તાહે 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસે આવશે. વિદેશ વિભાગે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર જળવાયુ સંકટના નિવારણના મુદ્દા પર જોન કેરી ભારત સરકારના પોતાના સમકક્ષો અને ખાનગી ક્ષેત્રના નેતાઓ સાથે મુલાકાત કરશે.

અમેરિકાના વિશેષ દૂત જોન કેરી 12 સપ્ટેમ્બરે ભારત આવશે, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
અમેરિકાના વિશેષ દૂત જોન કેરી 12 સપ્ટેમ્બરે ભારત આવશે, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

By

Published : Sep 11, 2021, 10:58 AM IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના જળવાયુ સંબંધિત વિશેષ દૂત ભારત આવશે
  • જળવાયુ સંબંધિત વિશેષ દૂત જોન કેરી 12થી 14 સપ્ટેમ્બરે આવશે ભારત
  • આંતરરાષ્ટ્રીય સ્તર પર જળવાયુ સંકટના નિવારણના મુદ્દા પર કરશે ચર્ચા
  • જોન કેરી ભારત સરકારના પોતાના સમકક્ષો અને ખાનગી ક્ષેત્રના નેતાઓ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના જળવાયુ સંબંધિત વિશેષ દૂત જોન કેરી આગામી સપ્તાહે 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસે આવશે. વિદેશ વિભાગે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર જળવાયુ સંકટના નિવારણના મુદ્દા પર જોન કેરી ભારત સરકારના પોતાના સમકક્ષો અને ખાનગી ક્ષેત્રના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સાથે જ વૈશ્વિક જળવાયુ મહત્ત્વાકાંક્ષા વધારવા અને ભારતમાં સ્વચ્છ ઉર્જા પરિવર્તનની ગતિ તેજ કરવાના પ્રયાસો પર મંથન કરશે. તે દરમિયાન કેરી વૈશ્વિક જળવાયુ લક્ષ્યો અને ભારતના સ્વચ્છ ઉર્જા એજન્ડા પર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બંને દેશ ક્લાઈમેટ એક્શન અને ફાઈનાન્સ મોબલાઈઝેશનની પણ શરૂઆત કરશે.
આ પણ વાંચો-અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ભાઈની પંજશીરમાં હત્યા

આ મુલાકાત દરમિયાન CAFMD લોન્ચ કરાશે

વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, જોન કેરીના ભારત પ્રવાસ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત ક્લાઈમેટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ (CAFMD) લોન્ચ કરશે, જે યુએસ-ઈન્ડિયા (US-India) એજન્ડા 2030 પાર્ટનરશીપની 2 મુખ્ય સમજૂતીમાંથી એક છે, જેમાં રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સામેલ છે.

આ પણ વાંચો-Afghansitan Crisis: UNSC માં ભારતે કહ્યું- અફઘાનિસ્તાનની સ્થિતિ હજુ પણ નાજુક, તે અમારા માટે ચિંતાનો વિષય

જોન કેરી પોતાના સમકક્ષો અને ખાનગી ક્ષેત્રના નેતાઓને મળશે

વિદેશ વિભાગે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર જળવાયુ સંકટના નિવારણના મુદ્દા પર જોન કેરી ભારત સરકારના પોતાના સમકક્ષો અને ખાનગી ક્ષેત્રના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સાથે જ વૈશ્વિક જળવાયુ મહત્ત્વાકાંક્ષા વધારવા અને ભારતમાં સ્વચ્છ ઉર્જા પરિવર્તનની ગતિ તેજ કરવાના પ્રયાસો પર મંથન કરશે.

બ્રિટનના ગ્લાસ્ગોમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી યોજાશે સંમેલન

બ્રિટિશ મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેરી જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર રૂપરેખા સંમેલન (UNFCCC)માં 26મા કોન્ફરન્સ ઓફ પાર્ટિઝ (COP 26)ને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર દ્વિપક્ષીય અને બહુપક્ષીય જળવાયુ પ્રયાસોને વધુ મજબૂત કરશે. આપને જણાવી દઈએ કે, આ સંમેલન બ્રિટનના ગ્લાસ્ગોમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2021 સુધી યોજાશે.

ABOUT THE AUTHOR

...view details