વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રે ફાર્માસ્યુટિકલ કંપની પીફાઈઝર સાથે કોવિડ -19 રસી માટે મોટો સોદો કર્યો છે. ડિસેમ્બરમાં ડિલિવરી માટે યુ.એસ.એ કોવિડ -19 રસીના 100 મિલિયન ડોઝ માટે 2 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ જાહેરાત આરોગ્ય અને માનવ સેવા સચિવ એલેક્સ અઝાર દ્વારા કરવામાં આવી હતી.
એલેક્સ અઝારે કહ્યું કે, કરાર હેઠળ, યુએસ વધુ 500 મિલિયન ડોઝ ખરીદી શકે છે. તેમણે કહ્યું કે રસી સલામત અને અસરકારક હોવી જરૂરૂ છે આની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી મળી હોવી જરૂરી છે.
પીફાઈઝર ઇંક અને બાયોનેટટેક એસઇ (BioNTech SE)એ અલગથી જાહેરાત કરી કે કરાર HHS અને સંરક્ષણ વિભાગ સાથે છે.આ કરાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન વોર સ્પીડ રસી કાર્યક્રમનો એક ભાગ છે.જે હેઠળ અનેક કોવિડ -19 રસીઓ એક સાથે વિકસાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો હેતુ જાન્યુઆરી 2021 સુધીમાં સલામત અને અસરકારક કોવિડ -19 રસીના 300 મિલિયન ડોઝ પહોંચાડવાનું છે.