ગુજરાત

gujarat

ETV Bharat / international

ડોનાલ્ડ ટ્રમ્પને મળી મહાભિયોગથી રાહત, કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપથી થયા મુક્ત - ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપમાંથી મુક્ત કરાયા છે. તેમને દોષી કહેનારા માટે સીનેટના 2 તૃતિષાંશ એટલે કે 67 વોટની જરૂર હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ

By

Published : Feb 14, 2021, 8:52 AM IST

  • 6 જાન્યુઆરીએ વોશિંગટન કેપિટલ હિલમાં થઇ હતી હિંસા
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને રાહત
  • કેપિટલ હિલ પર હિંસા ભડકાવા મામલે આરોપમુક્ત
  • હિંસા માટે લોકોને ભડકાવાના આરોપ મુક્ત ટ્રમ્પ

વોશિન્ગટન : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. તેમને કેપિટલ હિલમાં હિંસા માટે લોકોને ભડકાવવાના આરોપમાંથી મુક્ત કરી દેવાયા છે. ટ્રમ્પ 10 વોટના અંતરથી ચૂક્યા છે. વોટિંગમાં 57 સીનેટરોએ દોષી ગણાવ્યા તો 43 સભ્યોએ નિર્દોષ ગણાવ્યા છે. તેમને દોષી કહેનારા માટે સીનેટના 2 તૃતિષાંશ એટલે કે 67 વોટની જરૂર હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યા હતા આ આરોપ

6 જાન્યુઆરીએ અમેરિકી સંસદ ભવનમાં હિંસા કરાવી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. રિપબ્લિકન પાર્ટીના 7 નેતાઓએ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો અને ટ્રમ્પના વિરોધમાં વોટિંગ કર્યું આ બીજો અવસર હતો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ મહાભિયોગથી રાહત મળી છે. શનિવારે સીનેટના નિર્ણયને પણ ડોનાલ્ડ ટ્રમ્પની જીતના રૂપમાં જોઈ શકાય છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે તો 2024માં ફરીથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવીને લડી શકે છે. હિંસા ભડકાવવાના આરોપથી બહાર આવ્યા બાદ ટ્રમ્પે એક નિવેદન જાહેર કર્યું છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે તેમને બદનામ કરવા માટે સાજિશ રચવામાં આવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના વકીલની દલીલો

મહાભિયોગને લઈને સતત 4 દિવસ સુધી સુનાવણી કરાઈ. આ સાથે 5મા દિવસે વોટિગ કરાયું અને સાથે ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સીનેટમાં કહ્યું કે રિપબ્લિકન નેતા પર લાગેલા રાજદ્રોહ ભડકાવવાના આરોપ સદંતર ખોટા છે અને તેમની વિરોધમાં મહાભિયોગની કાર્યવાહી રાજનીતીથી પ્રેરિત છે.

સજા આપવાની માગ

વિપક્ષી દળનું કહેવું હતું કે, ટ્રમ્પને દોષી ઠરાવનવામાં આવે અને તેઓએ હિંસા કરાવી છે તે માટે તેમને ભવિષ્યમાં ચૂંટણીમાં લડવા માટે પણ પ્રપિતબંધિત કરવામાં આવે. ટ્રમ્પના વકીલનો દાવો છે કે તેમના ક્લાયન્ટ પર લગાવાયેલા આરોપ સાબિત કરવા માટે કોઈ પૂરતા સબૂત નથી.

ABOUT THE AUTHOR

...view details