ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાએ H-1B વિઝાના નવા નિયમો કર્યા જાહેર - વિશેષ વ્યવસાયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પના વહિવટી તંત્ર અને ઇમિગ્રેશન કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી વિઝા અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. બહાર પાડવામાં આવેલા નવા નિયમોની સંપૂર્ણ વિગતો હજી પ્રકાશિત કરવામાં આવી નથી, પરંતુ 'વિશેષ વ્યવસાયો' ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

H-1B
H-1B

By

Published : Oct 7, 2020, 1:18 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે મંગળવારના રોજ મોટા પાયે ઇમિગ્રેશન કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી વિઝા અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. ટ્રમ્પ પ્રશાસને દાવો કર્યો છે કે અમેરિકનો માટે સિસ્ટમ સારી હશે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે સારા કામદારોને H-1B આપવાના નવા નિયમોની જાહેરાત કરી હતી. આ વિઝા દર વર્ષે 85,000 પ્રવાસીઓને આપવામાં આવે છે.

હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી ચૈડ વુલ્ફે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે એવા સમયમાં આવી ગયા છીએ કે જ્યા આર્થિક સુરક્ષા હોમલેન્ડ સિક્યુરિટીનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. સરળ શબ્દોમાં કહીએ તો, આર્થિક સુરક્ષા હવે હોમલેન્ડ સિક્યુરિટી છે.

મંગળવારે બહાર પાડવામાં આવેલા નવા નિયમોની સંપૂર્ણ વિગતો હજી પ્રકાશિત કરવામાં આવી નથી, પરંતુ 'વિશેષ વ્યવસાયો' ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.આ અંગે હોમલેન્ડ સિક્યુરિટીનુ કહેવુ છે કે કંપનીઓ તેના દ્વારા સિસ્ટમનો ખોટો લાભ લેતી હતી.

ABOUT THE AUTHOR

...view details