- ભારતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખને પાર
- વિકટ પરિસ્થિતિમાં અમેરિકા ભારતની મદદે આવ્યું
- અમેરિકાના સંરક્ષણ પ્રધાને ભારતની મદદ કરવા આપ્યા નિર્દેશ
- ભારતની મદદ માટે અમેરિકી સંસાધનો ભારત પહોંચાડાશેઃ ઓસ્ટિન
વોશિંગ્ટન (અમેરિકા): અમેરિકાના સંરક્ષણ પ્રધાન ઓસ્ટિન લોઈડે સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેંટાગનને ભારતની મદદ કરવા નિર્દેશ આપ્યા છે. ઓસ્ટિન લોઈડે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાઈરસ સામે લડાઈ લડી રહેલા આરોગ્યકર્મીઓને જોઈતી તમામ મદદ પૂરી પાડવામાં આવે. રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી ભારતની મદદ કરવાનું કહ્યું છે. આ સાથે જ ભારતમાં આરોગ્ય સંકટને પહોંચી વળવા માટે અમેરિકી સંસાધનોની પણ મદદ ભારતને પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચોઃઅમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ
સંરક્ષણ વિભાગનો દરેક કર્મચારી ભારતીય સહયોગીઓ સાથે છેઃ US