ગુજરાત

gujarat

કોરોના વાઈરસના કારણે અમેરિકામાં એક દિવસમાં 2000 લોકોના મોત

By

Published : Apr 8, 2020, 11:57 AM IST

અમેરિકામાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. એક દિવસમાં 2000 લોકોના મોત થયા છે. આ મહામારીના કારણે અમેરિકામાં અત્યાર સુધી 12,854 લોકોના મોત થયા છે.

કોરોના વાઈરસ
કોરોના વાઈરસ

વૉશિગ્ટનઃ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો આ વાઈરસ અમેરિકાની તબાહીનું કારણ બન્યું છે. છેલ્લા 24 કલાક 1900 લોકોના મોત થયા છે. જેની સાથે મૃત્યુઆંક વધીને 12,854 પહોચ્યો છે.

કોરોના વાઈરસથી અમેરિકામાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત છે. જે દુનિયામાં સંક્રમિત લોકોની સંખ્યા કરતાં 25 ટકા વધુ છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં આ વાઈરસથી પ્રભાવિત સૌથી વધુ લોકોની સંખ્યા ન્યૂયોર્ક રાજ્યમાંં છે. આ એકલા રાજ્યમાં 5400 લોકોના મોત થયા છે અને 1,38,000 લોકો અસરગ્રસ્ત છે. તો ન્યૂજર્સીમાં 1200 લોકોના મોત થયા છે અને 44,416 લોકોના નવા કેસ સામે આવ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના લોકો પ્રત્યે સાંત્વના પાઠવતા કહ્યું હતું કે, જાહેર થયેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે, આશંકા કરતાં ઓછા લોકોના મોત થયા છે.

અમેરિકામાં આશરે 97 ટકા વસ્તી ઘરમાં જ પૂરાઈ રહી છે. તો છેલ્લા કેટલાંય દિવસથી અમેરિકા સેના હૉસ્પિટલોની બહાર તૈનાત જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, અમેરિકામાં કોરોનાની ઝપેટ આવતા મૂળ એક ભારતીય પત્રકારનું મોત થયું હતું. જેની જાણ થતાં વડાપ્રધાન મોદીએ પત્રકાર પ્રત્યે સાંત્વના દાખવી દુઃખ વ્યક્ત કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 14 લાખ 31 લોકો સંક્રમિત છે, જ્યારે 80 હજારથી વધુ લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details