વોશિંગ્ટન : કોરોના મહામારી સામે વિશ્વ લડી રહ્યું છે. જ્યારે અમેરિકા આ મહામારી સામે સૌથી વધુ ઝઝૂમી રહ્યું છે. અમેરિકાના જોન્સ હોપ્કિન્સ વિશ્વવિદ્યાલયે બુધવારે તેની જાણકારી આપી હતી.
અમેરિકામાં 24 કલાકમાં 2502ના મોત, મૃતકના આંકડો 60 હજારને પાર - CORONA
અમેરિકામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. દેશમાં મોતના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત નિપજ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં અમેરિકામાં કોરાનાથી 60,853 લોકોના મોત નિપજ્યા છે.
અમેરિકામાં 24 કલાકમાં 2502ના મોત, મૃતકના આંકડો 60 હજારને પાર
અમેરિકામાં રવિવાર અને સોમવારે મૃતકોની સંખ્યા ઓછી રહ્યા બાદ છેલ્લા બે દિવસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં સંક્રમિત લોકોથી અત્યાર સુધીમાં 60,853 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે દેશમાં 10 લાખ 64 હજાર લોકો સંક્રમિત છે.
અમેરિકામાં ન્યુયોર્ક રાજ્ય કોરોનાનું કેન્દ્ર બન્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,474 લોકોના મોત નિપજ્યા છે અને 3 લાખથી વધુ લોકો સંક્રમિત છે.