ગુજરાત

gujarat

ETV Bharat / international

જો બિડેન અને શી જિનપિંગ વચ્ચે ડિજિટલ સમિટ યોજાઈ - cop26 ક્લાઈમેટ સમિટ

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ચીન પર કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે યુએસ અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સુધારો લાવવા માટે જો બિડેન (President joe biden)અને શી જિનપિંગ ( President xi jinping)વચ્ચે ડિજિટલ સમિટ (virtual summit)યોજાઈ, જેમાં બે દેશો વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને જવાબદારીપૂર્વક સંચાલિત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.આ દરમિયાન જો બિડેને (joe biden)ચીન સાથેની તેમની જે ચિંતાઓ હતી તે સ્પષ્ટ કરી.

જો બિડેન અને શી જિનપિંગ વચ્ચે ડિજિટલ સમિટ યોજાઈ
જો બિડેન અને શી જિનપિંગ વચ્ચે ડિજિટલ સમિટ યોજાઈ

By

Published : Nov 16, 2021, 2:04 PM IST

  • બે દેશો વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને જવાબદારીપૂર્વક સંચાલિત કરવાના માર્ગો પર ચર્ચા
  • બિડેને અમેરિકાના ઈરાદાઓ અને તેની પ્રાથમિકતાઓને સમજાવી
  • પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કડક વલણ અપનાવ્યું
  • ચીન અને અમેરિકા આબોહવા સહયોગને એકસાથે આપશે પ્રોત્સાહન

વોશિંગ્ટન: સોમવારની સાંજે વોશિંગ્ટન ડીસીમાં જો બિડેન (President joe biden)અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (PRC)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (President xi jinping)વચ્ચે ડિજિટલ સમિટ (virtual summit)યોજાઈ. જેની જાહેરાત વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકી (Jane Sackie)દ્રારા 9 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. આ સમિટમાં બે દેશો વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને જવાબદારીપૂર્વક સંચાલિત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. યુએસ અધિકારીઓએ ગયા મહિને જણાવ્યું હતુ કે તેઓ વર્ષના અંત પહેલા બિડેન અને શી જિનપિંગ વચ્ચે ડિજિટલ મીટિંગ યોજવા માટે ચીન સાથે સંભવિત કરાર પર પહોંચ્યા હતા. જેના ભાગરૂપે આ ડિજિટલ મીટિંગ યોજાઈ.

આ પણ વાંચો:ઓસ્ટ્રિયાના લિયોનોર ગીવેસ્લર ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા માટે ટ્રેન દ્વારા પહોંચ્યા

સામાન્ય હિતો પર સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ (Jane Sackie)એક નિવેદનમાં જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે તેથી બંને નેતાઓએ યુએસ અને ચીન વચ્ચેની સ્પર્ધાને જવાબદારીપૂર્વક સંચાલિત કરવાનાં માર્ગો અને સામાન્ય હિતો પર સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા કરી. સમગ્ર મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડેને (joe biden)અમેરિકાના ઈરાદાઓ અને તેની પ્રાથમિકતાઓને સમજાવી અને ચીન સાથેની તેમની જે ચિંતાઓ હતી તે સ્પષ્ટ કરી.

અમેરિકાએ ચીન પર કડક વલણ અપનાવ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ચીન પર કડક વલણ અપનાવ્યું હતું, જેથી તણાવમાં વધારો થયો છે. જેની શરૂઆત તેમણે વેપારથી કરી હતી, જેમા ટ્રમ્પે ચીનમાંથી અબજો ડોલરની આયાત પર ટેરિફ લાદી દીધો હતો, જેના પર બેઈજિંગે પણ આવું જ પગલુ ભર્યું. બિડેનના વહીવટીતંત્રે પણ આ વલણ જાળવી રાખ્યું છે. માનવ અધિકાર, તાઈવાન, શિનજિયાંગ અને ટિબેટ સહિતના વિવિધ મુદ્દાઓ અને બેઈજિંગ પર સામૂહિક રીતે દબાણ કરવા માટે યુએસએ તેમના પરંપરાગત સહયોગીઓ સાથે આ પર વધુ કામ કર્યું છે.

આ પણ વાંચો:US કોંગ્રેસે 1.2 ટ્રિલિયન ડોલરનું 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ' કર્યું પાસ

બન્ને દેશો આબોહવા સહયોગ પર એક સાથે આવ્યા

ક્લાઈમેટ કોઓપરેશન પર એકસાથે આવેલા બન્ને દેશો માટે બિડેને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની સક્રિયતા પણ વધારી હતી, જેમાં ચીની સેનાનું આક્રમક વલણ જોવા મળ્યું. જો કે આશ્ચર્યજનક વાત એ છે કે ચીન અને અમેરિકાએ આ અઠવાડિયે જાહેરાત કરી કે બન્ને દેશો આબોહવા સહયોગને પ્રોત્સાહન આપશે. યુએસ અને ચીન વિશ્વના મોટા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જક છે. જેની જાહેરાત બુધવારે ગ્લાસગોમાં cop26 ક્લાઈમેટ સમિટમાં બે વૈશ્વિક હરીફો દ્રારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details