ગુજરાત

gujarat

ETV Bharat / international

US President Joe Bidenએ કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો, લોકોને વહેલી તકે વેક્સિન લેવા કરી અપીલ - Corona's case

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ હજી પણ ઓછા નથી થઈ રહ્યા. અત્યાર સુધી વિશ્વમાં 23 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજી તરફ મોટા ભાગના દેશ કોરોનાથી બચવા માટે કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે કોરોનાની વેક્સિનનો બુસ્ટર શોટ લીધો હતો.

US President Joe Bidenએ કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો, લોકોને વહેલી તકે વેક્સિન લેવા કરી અપીલ
US President Joe Bidenએ કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો, લોકોને વહેલી તકે વેક્સિન લેવા કરી અપીલ

By

Published : Sep 28, 2021, 12:22 PM IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ (Corona Vaccine's Booster Dose) લીધો
  • વ્હાઈટ હાઉસે (White House) આ અંગે આપી માહિતી, રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટર પર પણ વીડિયો શેર કર્યો
  • ફેડરલ આરોગ્ય અધિકારીઓએ (Federal health officials) બુસ્ટર ડોઝને (Booster Dose) મંજૂરી આપ્યા પછી બાઈડને ફાઈઝર વેક્સિનનો (Pfizer vaccine) ત્રીજો ડોઝ લીધો હ

ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ (Corona Cases) વધી રહ્યા છે. બીજી તરફ કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પણ પૂરઝડપે ચાલી રહ્યું છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) સોમવારે કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ (Corona Vaccine's Booster Dose) લીધો હતો.

વ્હાઈટ હાઉસે (White House) આ અંગે આપી જાણકારી

વ્હાઈટ હાઉસે (White House) આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડને અહીં કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ લીધો છે. ફેડરલ આરોગ્ય અધિકારીઓએ બુસ્ટર ડોઝને મંજૂરી આપ્યા પછી બાઈડને ફાઈઝર વેક્સિનનો ત્રીજો ડોઝ લીધો હતો. બુસ્ટર ડોઝ લીધા પહેલા બાઈડને કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે આ મહામારીને હરાવવા અને જીવ બચાવવા માટે, પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે, આપણી સ્કૂલોને ખૂલ્લી રાખવા માટે, આપણી અર્થવ્યવસ્થાને ચલાવવા માટે આપણે વેક્સિન લગાવવાની જરૂર છે.

રાષ્ટ્રપતિએ લોકોને કોરોનાની વેક્સિન લેવા અપીલ કરી

જો બાઈડનને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કોરોનાની વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. સાથે જ તેમણે લોકોને કોરોનાની વેક્સિન લગાવવાની પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહેરબાની કરીને કોરોનાની વેક્સિન લઈ લો. આ તમારું જીવન બચાવી શકે છે અને આ તમારી આસપાસના લોકોનું પણ જીવન બચાવી શકે છે.

અમેરિકામાં 23 ટકા લોકોએ હજી પણ કોરોનાની વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો

જો બાઈડને કહ્યું હતું કે, બુસ્ટર ડોઝ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત જે આપણે કરવાની જરૂર છે. તે છે વધુને વધુ લોકોનું કોરોના વેક્સિનેશન. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોટા ભાગના અમેરિકી યોગ્ય કામ કરી રહ્યા છે. 77 ટકાથી વધુ પુખ્ત વયના લોકોને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ગયો છે. લગભગ 23 ટકાએ અત્યાર સુધી કોરોનાની વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો.

આ પણ વાંચો-સુરતમાં Corona Cases વધતા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કર્યા

આ પણ વાંચો-આ લોકોને આપવામાં આવશે ઘર બેઠા વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details