- પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઈડન સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે
- બાઇડેન અને પીએમ મોદી બંનેએ જાન્યુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ વાત કરી હતી
- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને પણ મળશે
- કોવિડ -19 રોગચાળા સામે લડવામાં યુ.એસ.એ મદદ કરવા બદલ પીએમ મોદીએ ફોન પર બિડેનનો આભાર માન્યો હતો
વોશિંગ્ટન: પીએમ મોદી 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના વોશિંગ્ટન ડીસી પહોંચશે અને 23 સપ્ટેમ્બરના રોજ તેઓ અમેરિકાના ટોચના સીઈઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ એપલના ચીફ ટિમ કૂક (Chief Tim Cook)સાથે મુલાકાત કરવાના છે. જો કે, અધિકારીઓએ આ બેઠકની વિગતો અંગે કોઈ પુષ્ટિ કરી નથી. મળતી માહિતી મુજબ, હજુ બેઠકના શેડ્યુલ પર વિચારણા કરવામાં આવી રહી છે. ટોચના અમેરિકી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કર્યા બાદ પીએમ મોદી યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. જો કે, આ બેઠકની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે 24 સપ્ટેમ્બરે પ્રથમ દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે જ્યારે ક્વાડ જૂથને વેગ આપવામાં મદદ કરશે. બાઇડેન અને પીએમ મોદી બંનેએ જાન્યુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ વાત કરી હતી. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે છેલ્લી ટેલિફોન વાતચીત 26 એપ્રિલે થઈ હતી.
જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત
જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ અગાઉ 2019 માં PM મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા.આ સિવાય અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના શાસન બાદ વિશ્વભરમાં વધેલી ચિંતા બાદ પણ પીએમ મોદીની આ મુલાકાત ખાસ રહેશે. પીએમ મોદી બ્રિટિશ વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા. બ્રિટનના વડાપ્રધાન (UK Prime Minister) બોરિસ જોહ્ન્સનની યુએસ મુલાકાત પણ પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત સાથે જ છે.આથી પીએમ મોદી બ્રિટિનના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ન્યૂયોર્ક જવા રવાના થશે અને 25 સપ્ટેમ્બરે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન કરશે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે.
અ પણ વાંચો :જાપાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ