ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાન છોડ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું દેશને સંબોધન, કહ્યું- દેશ છોડ્યો પણ દેશના લોકોની હંમેશા મદદ કરીશું - અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અમેરિકી સેનાએ સંપૂર્ણ રીતે દેશને છોડી દીધો છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને દેશના નામે સંબોધન આપ્યું હતું. આ સમયે સમગ્ર વિશ્વની નજર રાષ્ટ્રપતિ બાઈડનના ભાષણ પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરશે.

By

Published : Sep 1, 2021, 9:09 AM IST

  • અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અમેરિકી સેનાએ દેશ છોડ્યો
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને દેશના નામે સંબોધન આપ્યું હતું
  • આ સમયે સમગ્ર વિશ્વની નજર રાષ્ટ્રપતિ બાઈડનના ભાષણ પર છે

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી અમેરિકી સેનાએ સંપૂર્ણ રીતે દેશ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે, તાબિલાને અમેરિકાને 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. જ્યારે અમેરિકી સેનાએ એક દિવસ પહેલા જ અફઘાનિસ્તાન છોડી દીધું છે. આવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને દેશના નામે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમારું મિશન સફળ રહ્યું હતું. અમે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી શાંતિ બનાવી રાખી.

આ પણ વાંચો-તાલિબાન માન્યતા મેળવવા માટે 'ઇન્ડિયા કાર્ડ' રમે છેઃ નિષ્ણાત

જો બાઈડને દેશને સંબોધિત કર્યો

દેશને સંબોધિત કરતા જો બાઈડને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય ઉપસ્થિતિને સમાપ્ત કરવાનો નિર્ણય ક્ષેત્રમાં નાગરિક, સૈન્ય સલાહકારો, સેવા પ્રમુખો અને કમાન્ડરોની સર્વસંમતિ ભલામણ પર આધારિત હતી. અન્ય અમેરિકીઓના સુરક્ષિત માર્ગ માટે તેમની ભલામણ ચાલુ ન રાખવાની હતી.

અમે 1 લાખ લોકોને તાલિબાનની હાજરી વચ્ચે અફઘાનિસ્તામાંથી કાઢ્યા

જો બાઈડને કહ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી શાંતિ બનાવી રાખી હતી. અમે જે કાર્ય કર્યું છે. તે બીજું કોઈ નહતું કરી શકતું. અમે તાલિબાનની હાજરી છતા જે લોકો નીકળવા માગતા હતા. તેમને ત્યાંથી કાઢ્યા. અમે એક લાખ લોકોને બહાર કાઢ્યા છે. તે દરમિયાન કાબુલ એરપોર્ટની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી હતી. તાલિબાનને સીઝફાયર પર મજરૂર કર્યા. તેમણે દાવો કર્યો હતો કે, અમે ત્યાંથી 1.25 લાખથી વધુ લોકોને ત્યાંથી કાઢ્યા હતા.

આ પણ વાંચો-કતારમાં ભારતના રાજદૂતે તાલિબાન નેતા સાથે મુલાકાત કરી

અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ માટે ન થવો જોઈએઃ બાઈડન

જો બાઈડને કહ્યું હતું કે, અફઘાન ગઠબંધન સાથે મળીને કામ કરવા માગીશું. હવે તાલિબાન પાસે અફઘાનિસ્તાનની સત્તા છે. ત્યાં હવે હજારો લોકોને ન મોકલી શકાય. અફઘાનિસ્તાનની જમીનનો આપણા કે કોઈ અન્ય દેશ સામે આતંકીઓ માટે જમીનનો ઉપયોગ ન કરવામાં આવે. અમે વિશ્વને સુરક્ષિત રાખવા માગીએ છીએ. સોમાલિયા અને અન્ય દેશોની સ્થિતિ તમે જોઈ છે. તેમણે અફઘાનિસ્તાથી નીકળવાની રણનીતિનો હિસ્સો ગણાવ્યો હતો.

અમે અફઘાની લોકોની મદદ કરતા રહીશુંઃ બાઈડન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને વધુમાં કહ્યું હતું કે, એવું કહી શકાય છે કે, હજી અમારું કામ પૂર્ણ નથી થયું. 2 દાયકા પહેલાની પરિસ્થિતિઓમાં અમે જે યોગ્ય સમજ્યું તે નિર્ણય લીધો હતો. અમે ચીનથી પ્રતિસ્પર્ધાનો સામનો કરી રહ્યા છીએ. ચીન અને રશિયા અમારીસ સાથે પ્રતિસ્પર્ધામાં આગળ વધી રહ્યા છે. અમારું મિશન સ્પષ્ટ હોવું જોઈએ અને મૂળ સિદ્ધાંત અમેરિકાના હિતના આધાર પર હોવું જોઈએ. બાઈડને સાથે એ પણ કહ્યું હતું કે, અમે અફઘાની લોકોની હંમેશા મદદ કરતા રહીશું. મહિલાઓ માટે, બાળકો માટે અમે સમગ્ર વિશ્વમાં તેમના અધિકારો માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ, પરંતુ તે હિંસા પર આધારિત નહીં હોય. અમે કૂટનીતિક રીતે માનવાધિકાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું.

ABOUT THE AUTHOR

...view details