ટ્રેવર્સે ભારતીય મૂળના સીનેટર મેગી હસનના એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હકીકતમાં આઈએસ-કે સહિત આઈએસની દરેક શાખા અને સંગઠન અમેરિકા માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે. આઈએસ-કેએ અફઘાનિસ્તાન બહાર પણ હુમલાનો પ્રયત્ન કર્યો હતો. ગયા સપ્તાહે ટ્રેવર્સે કહ્યું હતું કે, વૈશ્વિક રીતે આઈએસની 20થી વધારે શાખાઓ છે. તેમાંથી અમુક તેમના અભિયાન માટે ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
ISIS-K દ્વારા ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના કરાઇ હતી: અમેરિકા - આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ
વાશિન્ગટન : ISIS-K ખુરાસાન સમૂહ ઉર્ફ ISIS-K એ ગયા વર્ષે ભારત પર આત્મધાતી હુમલો કરવાનો પ્લાન રચ્યો હતો.આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ ગયા વર્ષે ભારતમાં હુમલાની યોજના બનાવી હતી. અમેરિકાના રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્ર (એનસીટીસી)ના ડિરેક્ટર રસેવ ટ્રેવર્સે મંગળવારે સીનેટમાં સંસદીય કમિટીની સામે આ ખુલાસો કર્યો છે. ટ્રેવર્સે જણાવ્યું કે, આઈએસના દક્ષિણ એશિયામાં સક્રિય ગ્રૂપ આઈએસઆઈએસ-કે દ્વારા ગયા વર્ષે ભારતમાં આત્મધાતી હુમલો કરવાની યોજના બનાવાઇ હતી. જોકે તેમની યોજના નિષ્ફળ રહી હતી.
ISIS-K દ્વારા ગયો વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના કરી હતી: અમેરિકા
અમેરિકા કહે છે કે બગદાદી માર્યો ગયો છતાં ISISનું જોખમ ટળ્યું નથી. ISISએ વિશ્વમાં અનેક શાખાઓ સ્થાપી દીધી છે. એવી એક શાખા દક્ષિણ એશિયામાં છે. દક્ષિણ એશિયાની આ શાખાએ ગયા વરસે ભારતમાં આત્મઘાતી હુમલાની નિષ્ફળ કોશિશ કરી હતી.