વોશિંગટન: ભારત તરફથી ડિજિટલ હડતાલ કર્યા બાદ હવે અમેરિકા પણ તેના દેશમાં ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે યુએસ નિશ્ચિતરૂપે ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, આમાં પ્રખ્યાત એપ્લિકેશન ટિક-ટોકનો પણ સમાવેશ થશે.
માઈક પોમ્યોિના આ નિવેદનથી ચીનને બીજો ઝટકો લાગી શકે છે.આની પહેલાજ ભારતે ચીનની 59 એપલિકેશન બેન કરી દીધી છે.જેને કારણે કંપનીઓ સતત ભારત સરકાર સાથે વાત કરી રહી છે.પરંતુ સરકાર તરફથી હજી સુધી નિર્ણયમાં બદલવા લાવવા માટોનો કોઇ પણ સંકેત મળ્યો નથી.