- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનનું નિવેદન
- અમેરિકા અફઘાન નાગરિકોની કરશે મદદ
- યુદ્ધ દરમિયાન સેનાની મદદ કરનારને અમેરિકામાં મળશે આશ્રય
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાને મદદ કરતા અફઘાન નાગરિકોને આશ્રય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પહેલા આવા લોકોની ઓળખ કરવામાં આવશે જેમણે અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન અમેરિકી સૈન્યને મદદ કરી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, જેઓ અમેરિકાને મદદ કરે છે તેઓ અફઘાન નાગરિકોની મદદ કરશે. તપાસ બાદ, અફઘાન નાગરિકોને અમેરિકામાં આશ્રય આપવામાં આવશે અને અમેરિકામાં તેમના નવા ઘરોમાં સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચો : જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 2 લોકોના મોત
જો બાઇડેનનું ટ્વિટ
યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને એક ટ્વિટમાં લખ્યું કે, "એકવાર સ્ક્રીનિંગ અને ક્લિયર થઈ ગયા પછી, અમે તે અફઘાનોને આવકારીએ છીએ જેમણે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સેનાની યુદ્ધ દરમિયાન મદદ કરી. નોંધપાત્ર બાબત એ છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પાછો ખેંચ્યા બાદ અને ત્યાં તાલિબાનના કબજા બાદ અમેરિકા પર સવાલો ઉઠી રહ્યા હતા કે તેણે તે અફઘાન નાગરિકોને એકલા છોડી દીધા હતા જેમણે અમેરિકી સેનાની મદદ કરી હતી.
આ પણ વાંચો : અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં રોકવાના સમર્થનમાં બ્રિટેન સહિત કેટલાક દેશ, પરંતુ તાલિબાન આપી રહ્યું છે ધમકી
અમેરિકી સેનાની યુદ્ધ દરમિયાન મદદ કરનારની મદદ અમેરિકા કરશે
આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ જો બાઇડેનની આ જાહેરાત સાથે, અમેરિકાએ વિશ્વને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તે તેને ટેકો આપનારાઓની મદદથી દૂર નથી જઈ રહ્યો. અમેરિકી સેના હટાવ્યા બાદ અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનો કબજો છે. અફઘાનિસ્તાનમાં 34 પ્રાંત છે, જેમાંથી 33 તાલિબાન દ્વારા નિયંત્રિત છે. જોકે, તાલિબાને હજુ સરકાર રચી નથી.