અમેરિકા અને અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)નું કહેવું છે કે, આ નૉન-રિફન્ડેબલ ફીમાં વધારાને કારણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સિલેક્શન પ્રક્રિયા સરળ બનવાનું જણાવવામાં આવ્યું છે. USCISના ડિરેક્ટર કેન ક્યુસીનેલ્લીનું કહેવું છે કે, આ ફી વધારો H-1Bમાં સિલેક્શનની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવશે.
કેનનું કહેવું છે કે, ઇલેક્ટ્રોનિક નોંધણી સિસ્ટમ અમારી ઇમિગ્રેશન સિસ્ટમના આધુનિકીકરણની એજન્સી વ્યાપક પહેલનો એક ભાગ છે, જ્યારે તે છેતરપિંડીને અટકાવે છે. તેને લીધે તપાસ કરવાની પ્રક્રિયામાં સુધારો થશે.
H-1B પ્રોગ્રામ, યુનાઇટેડ સ્ટેટ્સની કંપનીઓને વ્યવસાયમાં વિદેશી કામદારોને રોજગાર આપવાની મંજૂરી આપે છે. જેમાં ઉચ્ચ અને સ્નાતક ડિગ્રી ધરાવતા લોકોને પ્રથમ તક મળે છે.