ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ - ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂઝ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ (નીચલું ગૃહ) હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પાસ થયું છે. અમેરિકી સંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગના પક્ષમાં વોટિંગ કર્યું છે.

america
અમેરિકા

By

Published : Dec 19, 2019, 12:34 PM IST

ઉલ્લેખનીય છે કે, પ્રતિનિધિ સભાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગના બે આર્ટિકલ પાસ કર્યાં છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરૂદ્ધ બુધવારની રાત્રે અમેરિકાની પ્રતિનિધિ સભામાં મહાભિયોગ લાવવામાં આવ્યું હતું. ઔપચારિક રીતે મહાભિયોગનો સામનો કરનાર ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ બની ગયા છે.

આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીને એક પત્ર લખીને તેમની વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા રોકવા માટે કહ્યું હતું.

સેનેટમાં શું થઇ શકે છે

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયા બાદ હવે મામલો સેનેટમાં જશે. જ્યાં આરોપનું ટ્રાયલ થશે. જે બાદ મતદાનની પ્રક્રિયા શરૂ થશે, પ્રસ્તાવ નાપાસ થયો તો, ટ્રમ્પ પોતના પદ પર રહેશે, સેનેટમાં 6 જાન્યુઆરીએ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

શું છે અમેરિકાના સેનેટની સ્થિતિ

અમેરિકી સેનેટમાં કુલ 100 સભ્યો છે. જેમાંથી 53 રિપબ્લિકન પાર્ટીના છે. 45 સભ્યો ડેમોક્રેટ્સના છે.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં પ્રાઇમરી ચૂંટણી થવાની છે. ડેમોક્રે્ટસ ઇચ્છે છે કે, આ પ્રક્રિયા તેના પહેલા સમાપ્ત થઇ જાય.

ટ્રમ્પ પહેલા એન્ડ્રયુ જોનસન અને બિલ ક્લિંટનની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ આવી ચૂક્યો છે.

ABOUT THE AUTHOR

...view details