ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રંપ સામે મહાભિયોગની પ્રક્રિયા આગળ વધી, અમેરિકી સાંસદોએ કર્યુ મતદાન - અમેરિકી સાંસદ

વૉશિંગ્ટનઃ અમેરિકી સાંસદોએ ગુરુવારે પહેલી વાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપની વિરુદ્વમાં મહાભિયોગની પ્રક્રિયા અંતર્ગત મતદાન કર્યુ હતું.

ટ્રંપ સામે મહાભિયોગની પ્રક્રિયા આગળ વધી, અમેરિકી સાંસદોએ કર્યુ મતદાન

By

Published : Nov 1, 2019, 5:29 PM IST

સ્પીકર નેન્સી પેલોસીએ મતદાન પૂર્વે કહ્યું હતું કે, આજે સદનમાં મહાભિયોગની કાર્યવાહી આગળ વધી છે. સદનની ગુપ્ત સમિતિ દ્વારા સંચાલિત જાહેર સુનાવણીની પ્રક્રિયા અપનાવાય છે જેથી પારદર્શિતા જળવાય રહે.

સંસદે ટ્રંપ વિરુદ્વ મહાભિયોગ પ્રક્રિયાને ઔપચારિક રૂપ આપવા માટે 196ની વિરુદ્વમાં 232 મતની મંજૂરી અપાઈ હતી. જેથી આ પ્રક્રિયાની ટ્રંપના વકીલો પણ તપાસ કરી શકશે.

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર સાંસદોએ પ્રમુખ પર નિશાનો સાધી મહાભિયોગ પ્રક્રિયાને આગળ વધારવા મતદાન કર્યુ હોય.

આ અંગે હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે, ટ્રંપે વારંવાર આ પ્રક્રિયાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ રિપબ્લિકન પાર્ટીને તેમની પાછળ રેલી યોજવાનું આહ્વાન કર્યુ હતું. ઇતિહાસમાં ત્રીજા રાષ્ટ્રપતિ બનવાની શરમજનક સંભાવનાનો સામનો કરીને પણ સેનેટમાંથી તેમની હટાવવાના મામલે પરીક્ષણ રખાશે.

ABOUT THE AUTHOR

...view details