ગુજરાત

gujarat

ETV Bharat / international

US Forces Kill ISIS Leader : અમેરીકી સેનાએ ISISના લીડર અબુ ઇબ્રાહીમ અલ હાશિમ અલ કુરેશીને મોતને ઘાટ ઉતાર્યો - Abu Ibrahim al Hashimi al Qurashi

યુએસના ઉત્તર પૂર્વ સીરિયામાં ISIS નેતા અબુ ઇબ્રાહીમ અલ-હાશિમી અલ-કુરેશીને(Abu Ibrahim al Hashimi al Qurashi) મોતને ઘાટ ઉતાર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (U.S. President Joe Biden) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

US Forces Kill ISIS Leader : યુએસ સેનાએ ISISના લીડર અબુ ઇબ્રાહીમ અલ હાશિમ અલ કુરેશીને મારી નાખ્યો
US Forces Kill ISIS Leader : યુએસ સેનાએ ISISના લીડર અબુ ઇબ્રાહીમ અલ હાશિમ અલ કુરેશીને મારી નાખ્યો

By

Published : Feb 4, 2022, 10:35 AM IST

વોશિંગ્ટન: યુએસ એન્ટી ટેરરિઝમ સ્પેશિયલ ફોર્સ (U.S. Special Forces Counter Terrorism) ઉત્તર પૂર્વ સીરિયામાં તેમના ઓપરેશન દરમિયાન ISIS નેતા અબુ ઇબ્રાહીમ અલ-હાશિમી અલ-કુરેશીને(Abu Ibrahim al Hashimi al Qurashi) મારી નાખ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જો બાઇડેને કહ્યું છે કે, સ્પેશિયલ ફોર્સના આ ઓપરેશન વિશે ગુરુવાર પછી જ વિગતવાર માહિતી અપાશે.

આ પણ વાંચોઃ US Airlines CEO Warns : યુએસ એરલાઇનના સીઇઓની ચેતવણી, 5Gને કારણે ફ્લાઈટ્સ બંધ થઈ શકે છે

અમેરિકન ઓપરેશનમાંથી સુરક્ષિત પરત ફર્યા

જો બાઇડેને કહ્યું છે કે, અમારા સશસ્ત્ર દળોના કૌશલ્ય અને બહાદુરીને કારણે અમે ISISના નેતા અબૂ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીને યુદ્ધના મેદાનમાંથી હટાવી દીધો છે. તમામ અમેરિકન ઓપરેશનમાંથી સુરક્ષિત પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ એચવનબી વિઝા અને ગ્રીન કાર્ડસ મુદ્દે ઝળુંબતી અનિશ્ચિતતા : USISPF પ્રેસિડેન્ટ

ABOUT THE AUTHOR

...view details