તમિળનાડુ: યુ.એસ. માં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તમિલનાડુના પ્રધાન આર.કામરાજે તેમના ગામ થુલસેન્દ્રપુરમમાં મંદિરમાં પૂજા કરશે.
LIVE : જો બાઇડેન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ,કહ્યું- દેશને એકજૂથ કરીશ - Donald Trump
11:11 November 08
તમિલનાડુના પ્રધાન આર.કામરાજે કમલા હેરિસના ગામમાં કરી પૂજા
09:10 November 08
તમિળનાડુ: કમલા હેરિસના ગામમાં લોકોએ મીઠાઇ વહેંચીને કરી ઉજવણી
- તમિળનાડુ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ગામમાં લોકોએ પોસ્ટર લગાવીને, મીઠાઇ વહેંચીને અને ફટાકડા ફોડીને તેમની જીતની ઉજવણી કરી.
08:59 November 08
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા
- ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે.
- તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે.
- એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે.
- 'ફીમેલ ઓબામા'ના હુલામણા નામથી લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ પહેલીવાર જ બન્યા હતા.
08:58 November 08
જીત બાદ કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો
-
જીત બાદ કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો. કમલા હેરિસે કહ્યું કે, 'અમારી પાસે સારું ભવિષ્ય બનાવવાની શક્તિ છે, તમામ અમેરિકનોનો આભાર જેમણે અમારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'
08:56 November 08
જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો તેમની હતાશા હું સમજી શકું છું-બાઈડેન
- બાઈડેને કહ્યું કે, 'એ તમામ લોકો કે જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો તેમની હતાશા હું સમજી શકું છું. પરંતુ હવે ચાલો આપણે બધા એક બીજાને તક આપીએ. આ સમય છે કે આપણે એક બીજાનું સાંભળીએ.'
08:54 November 08
હું અમેરિકા માટે કામ કરીશ,કોઇ પણ સાથે ભેદભાવ નહીં રાખું
- બાઇડેનને પોતાના સંબોધનમાં કહ્યું, "હું અમેરિકાના લોકો માટે કામ કરીશ, કોઇ ભેદબાવ નહીં રાખું"
07:43 November 08
અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કર્યું સંબોધન
- કમલા હેરિસે કહ્યું કે, "અમરા પર વિશ્વાસ રાખવા માટે અમે અમેરીકાના લોકોનો આભાર માનીએ છીએ, સારું ભવિષ્ય બનાવવાની અમારી પાસે શક્તિ છે."
07:40 November 08
જો બાઇડેનને અમેરિકાના લોકોને કર્યું સંબોધીત
- તેમણે કહ્યું કે,"હું આવા રાષ્ટ્રપતિ બનવાની શપથ લેઉં છું કે લોકોને બે અલગ અલગ ભાગોમાં વિભાજીત નહીં કરાય,પરંતુ એક સાથે રાખવામાં આવશે. એક રાષ્ટ્રપતિ જે રાજ્યોને લાલ અથવા વાદળી રાજ્યો નથી માનતો.
07:36 November 08
વોશિંગ્ટન ડી.સી.માં જો બાઇડેનની જીતની ઉજવણી
- વોશિંગ્ટન ડી.સી.માં જો બાઇડેનની જીતની ઉજવણી. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ડાંસ કરી ખુશી વ્યકત કરી.
07:34 November 08
ચૂંટણી જીત્યા બાદ જો બાઇટેનનું ટ્વિટ
- બાઇટેને ટ્વીટ કરીને કહ્યું કે, "તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યું છે, તે મારા માટે સન્માનની વાત છે."
07:26 November 08
જો બાઇડેન અને કમલા હેરિસની જીત બાદ માર્ગો પર લોકો દ્વારા જશ્ન
- ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં લોકો એકત્ર થયા . લોકોએ જો બાઇડેનના વિજ યબાદ ઉજવણી કરી.
07:21 November 08
જો બાઇડેન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ
વોશિનંગટન :અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જો બાઇડેને અમેરિકાની ચૂંટણી જીતી લીધી છે. જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેને પેન્સિલ્વેનિયા રાજ્યમાં જીત હાસિલ કરી છે. તેમણે પેન્સિલ્વેનિયામાં 20 ઇલેક્ટોરલ વોટ જીતી લીધા છે.