જો બાઇડન બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપ્રતિ. આ સાથે જ ભારતીય મૂળના કમલા હેરિસ બનશે નવા ઉપ-રાષ્ટ્રપતિ.
અમેરિકા ચૂંટણીઃ જૉ બાઇડને વ્હાઇટ હાઉસની રેસ જીતી, કમલા બનશે ઉપરાષ્ટ્રપતિ - અમેરિકા ચૂંટણી 2020
22:01 November 07
જૉ બાઇડન બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપ્રતિ
16:25 November 07
અમે વ્હાઇટ હાઉસની રેસ જીતવા જઇ રહ્યા છીએ : બાઇડેન
અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારે જો બાઇડેને જણાવ્યું હતું કે, અમે વ્હાઇટ હાઉસની રેસ જીતવા જઇ રહ્યા છીએ એ વાત સ્પષ્ટ અને વિશ્વાસનીય છે.
ચૂંટણીની રુએ તમામ મબત્વના રાજ્યો જેવા કે પેનસિલ્વેનિયા અને જોર્જિયામાં મત ગણતરીમાં બાઇડેન ટ્રમ્પથી આગળ છે. તેમજ જીતની અત્યંત નજીક છે.
16:25 November 07
પેસિલવેનિયામાં જીતની નજીક ડેમોક્રેટક ઉમેદવાર
પેસિલવેનિયામાં ડેમોક્રેટક ઉમેદવાર 27 હજારથી વધુની લીડ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંચ નવાડા, એરિઝોના, જોર્જિયામાં પણ લીડ પર ચાલી રહ્યા છે.
16:24 November 07
અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં અમે કોઇને અવરોધ ઉભો કરવા નહીં દઇએ : બાઇડેન
અમેરિકામાં ચાલી રહેલી મતગણતરી વચ્ચે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેને જણાવ્યું કે, તેમને લગભર 74 મિલિયન વોટ મળ્યા છે. ભારતી સમયઅનુસાર સવારના 9 કલાક અને 20 મિનિટે બાઇડેને જણાવ્યું કે, લોકશાહી પોતાનું કામ કરે છે. ધિરજ રાખો. અમારી જીત નિશ્ચિત છે.
15:56 November 07
જાણો શું કહ્યું બાઇડને?
- જોર્જીયામાં 28 વર્ષમાં પહેલી વાર વિજેતા બનશે ડેમોક્રેટ્સ
- ટ્રમ્પને પોતાનો ગુસ્સાને પી જવાની જરૂર છે
- અમે કોઇને પણ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા દઇશું નહીં.
- મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે કરવા દેવામાં આવે
- 1.5 લાખ મતની ગણતરી હજૂ બાકી
11:55 November 07
એરિઝોનામાં ટ્રમ્પ સમર્થકોનો વિરોધ પ્રદર્શન
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એરિઝોનાની રાજધાનીમાં એક ચૂંટણી કેન્દ્રની બહાર ત્રીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખ્યો હતો
- જ્યારે રાજ્યના મેરીકોપા કાઉન્ટીએ જણાવ્યું હતું કે ગણતરી માટે લગભગ ,90000 બેલેટ બાકી છે.
11:06 November 07
પહેલા દિવસથી કામ કરવાની યોજના
- જો બાઇડેને કહ્યું કે 'અમે પહેલાં જ કામ શરૂ કરી દીધું છે.
- અમે સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને અમે પહેલાં દિવસથી કોરોના માટે યોજનાઓને શરૂ કરાવવાનું શરૂ કરી દઇશું.
- અમે દરેક સંભવ લોકોની જીંદગીને બચાવશે. આ સાથે જ તેમણે કહ્યું કે 'અમે અર્થવ્યવસ્થાની રિકવરી માટે યોજના બનાવી રહ્યા છે
10:36 November 07
અમેરિકના લોકોએ પરિવર્તનને પસંદ કર્યો- જો બાઇડેન
- જો બાઇડેને કહ્યું કે, દરેક પસાર થતા કલાકો સાથે સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકમાં તમામ જાતિ, ધર્મો, પ્રદેશો સહિતના લોકો પરિવર્તન ઇચ્છે છે.
09:41 November 07
આપણે રેસ જીતી રહ્યા છીએ- બાઇડેન
- ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડેને કહ્યું કે, મતગણતરીના આંકડા સ્પષ્ટ છે કે, આપણે આ રેસ જીતી રહ્યા છીએ. બાઇડેનને અત્યાર સુધીમાં 264 મતદાર મતો મળ્યા છે.
09:23 November 07
જ્યોર્જિયામાં બાઇડન થયા આગળ
- જ્યોર્જિયામાં, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેન 4,000 મતોથી આગળ છે.
09:13 November 07
ટ્રમ્પની અરજી પર પેન્સિલવેનિયાને સુપ્રીમ કોર્ટનો આદેશ, મેઇલ-ઇન બેલેટને અલગ કરો
- અમેરિકી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પેન્સિલવેનિયામાં ચૂંટણીના દિવસે રાત્રે 8 વાગ્યા પછી પડેલા મત અલગ રાખવામાં આવશે.
- જરૂર પડશે તો આ મતોની ગણતરી અલગથી કરવામાં આવશે.
- ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટીની અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આવા મત અલગ રાખવા જોઈએ.
- આ કેસમાં, યુ.એસ. કોર્ટે શનિવાર બપોર સુધી પેન્સિલવેનિયાના સેક્રિટ્રી ઓફ સ્ટેટ પાસેથી જવાબ માંગ્યો છે.
09:06 November 07
ટ્રમ્પના સમર્થનકો દ્વારા માર્ગો પર વિરોધ,મતગણતરી સમાપ્ત કરવાની માગ
- ટ્રમ્પના સમર્થનકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, આ સાથે કેટલાક વિરોધીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. કેટલાકને રાઇફલ્સ અને હેન્ડગન સાથે ખુલ્લેઆમ જોવામાં આવ્યા હતા. ટ્રમ્પના સમર્થકોએ કેટલાક શહેરોમાં વોટ-ટેબ્યુલેશન કેન્દ્રોની બહાર રેલીઓ પણ કાઢી હતી.
09:01 November 07
ચાર રાજ્યોમાં બાઇડેન, એકમાં ટ્રમ્પ આગળ
- બાઇડેનને 264 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે, જ્યારે ટ્રમ્પના ખાતામાં 214 મત છે.
- 77 વર્ષીય બાઇડેન હજી પણ 4 રાજ્યોમાં આગળ છે, ત્યારે બેલેટ મતગણતરી હજી પણ ચાલુ છે.
- એરિઝોના, જ્યોર્જિયા, નેવાડા અને પેન્સિલવેનિયામાં હજુ પણ મતગણતરી ચાલી રહી છે.
- જ્યારે ટ્રમ્પ ઉત્તર કેરોલિનામાં આગળ ચાલી રહ્યા છે.
08:40 November 07
જ્યોર્જિયાની કાઉનિચંગ પર ટ્રમ્પે ઉઠાવ્યો સવાલ
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યોર્જિયાના ગાયબ મલિટ્રી બેલેટ ક્યાં જતા રહ્યા? તેમને શું થયું? તમને જણાવી દઇએ કે 16 ઇલેક્ટોરલ વોટ વાળી જ્યોર્જિયાને રિપબ્લિકન પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
08:34 November 07
જોર્જિયામાં મત ગણતરી શરૂ, ટ્રમ્પે કહ્યું-બાઇડેન ખોટો દાવો ન કરે
- ટ્રમ્પે ચૂંટણીમાં ખોટા મત ગણતરી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણીની રાતે આ બધા રાજ્યોમાં મોટી લીડ હતી, પરંતુ જેમ જેમ દિવસ પસાર થયો તેમ તેમ આ લીડ્સ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. ટ્રમ્પે કહ્યું કે, જેમ જેમ આપણો કાયદો આગળ વધશે તેમ કદાચ આ લીડ ફરી આવી જશે.
07:51 November 07
ફિલાડેલ્ફિયા પર ઘણું નિર્ભર
- રાજ્યનું સૌથી મોટું શહેર ફિલાડેલ્ફિયા પર ઘણું નિર્ભર કરે છે.
- ફિલાડેલ્ફિયામાં બિડન મોટી જીત મેળવી રહ્યાં છે.
- આ શહેરમાં લગભગ 54,000 મેલ-ઇન બેલેટ છે, જેમનું શુક્રવારના લગભગ 8 વાગ્યા સુધી ગણતરી ચાલુ છે.
- રાજ્યમાંથી જે પણ પરિણામ આવશે, તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
06:49 November 07
બાઇડેનને ખોડા પ્રેસિડંન્સીની દાવા ન કરવા જોઇએ : ટ્રમ્પ
- યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બાઇડેને રાષ્ટ્રપતિ પદ માટે ખોટો દાવો ન કરવો જોઇએ. હું પણ આ દાવો કરી શકતો હતો.
- તેમણે એમ પણ કહ્યું છે કે હવે કાનૂની કાર્યવાહી શરૂ થઈ રહી છે.
06:17 November 07
બાઈડનની થઇ જીત
વોશિન્ગટન: જ્યોર્જિયામાં ફરીથી મતની ગણતરી કરવામાં આવશે. બાઇડેન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા હતા.યુ.એસ.માં મતદાનના બે દિવસ બાદ પણ રાષ્ટ્રપતિનું કોણ બનશે તે હજી સુધી નક્કી થયું નથી. મતગણતરીની વચ્ચે, ડેમોક્રેટના ઉમેદવાર જો. બાઇડેને 264 મતો મળ્યા છે તો વર્તમાન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 214 મતો સાથે પાછળ ચાલી રહ્યા છે.