ગુજરાત

gujarat

ETV Bharat / international

US ઈલેક્શન 2020, અમે સ્પષ્ટ બહુમતીથી જીતીશુંઃ જો બાઈડન

અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને લઈને હજી પણ ત્રીજા દિવસે કોકડું ગૂંચવાયેલું છે. આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને કહ્યું કે, અમે કોઈને પણ અમેરિકા ચૂંટણી પ્રક્રિયાને વિક્ષેપિત નહીં કરવા દઈએ. અમે સ્પષ્ટ બહુમતીથી જીત મેળવીશું. અમને 74 મિલિયનથી વધારે મત મળ્યા છે. હજી પણ દોઢ લાખ જેટલા મતની ગણતરી બાકી છે.

By

Published : Nov 7, 2020, 1:25 PM IST

US ઈલેક્શન 2020, અમે સ્પષ્ટ બહુમતીથી જીતીશુંઃ જો બાઈડન
US ઈલેક્શન 2020, અમે સ્પષ્ટ બહુમતીથી જીતીશુંઃ જો બાઈડન

  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ સૌની નજર
  • ડેમોક્રેટિક પાર્ટીના બાઈડને અમે જ જીતીશુંનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • અત્યાર સુધી ડેમોક્રેટિક પાર્ટીને 74 મિલિયન મત મળી ચૂક્યા છે

વોશિંગ્ટનઃ અમેરિકા ચૂંટણીના પરિણામ હજી પણ આવ્યા નથી. આ અંગે રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને કહ્યું, લોકતંત્રમાં ધૈર્ય રાખવાની જરૂર છે. તેમણે કહ્યું, અમને વિશ્વાસ છે કે અમારી જીત થશે. આ સાથે જ જ્યોર્જિયામાં 28 વર્ષમાં પહેલી વખત ડેમોક્રેટ્સ વિજેતા બનશે. બાઈડને અમેરિકી મતદાતાઓને મત ગણતરી પૂરી થવા સુધી શાંત રહેવા અને ધૈર્યપૂર્વક રાહ જોવા માટેની અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું, પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. મતદાન પ્રક્રિયાને સૂચારૂરૂપથી ચાલવા દો. 1.5 લાખ વોટ હજી પણ ગણવાના બાકી છે. અત્યાર સુધી અમને 74 મિલિયન વોટ મળી ચૂક્યા છે.

અમેરિકાની 240 વર્ષ જૂની શાસન પ્રણાલીથી દુનિયા પણ ઈર્ષ્યા કરે છેઃ બાઈડન

ડેલાવેયરમાં એક સંવાદદાતા સંમેલનમાં બાઈડને કહ્યું, અમેરિકામાં મતને એક પવિત્ર અવસર માનવામાં આવે છે. આનાથી દેશના લોકો પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. અમેરિકાના મતદાતાઓની ઈચ્છાથી જ અમેરિકામાં રાષ્ટ્રપતિને પસંદ કરવામાં આવે છે. એટલે એક મતની ગણતરી થવી જોઈએ અને આ જ કરાઈ રહ્યું છે. 240 વર્ષથી વધારે સમયના આ ધૈર્યને એક એવી શાસન પ્રણાલીથી સન્માનિત કરવામાં આવી રહ્યું છે, જેનાથી દુનિયા ઈર્ષ્યા કરી રહી છે. બાઈડનની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ પણ અહીં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details