- મત ગણતરી રોકવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસને લઇને યુએસના મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
- વિરોધીઓ માગ કરી રહ્યા છે કે દરેક એક મતની ગણતરી કરવામાં આવે.
LIVE: અમેરિકા ચૂંટણી :બહુમતીની નજીક પહોંચ્યા બાઇડેન, બાઇડેનને મળ્યા 253 વોટ, 4 રાજ્યોમાં ટ્રમ્પ આગળ - અમેરિકા ચૂંટણી
13:06 November 05
ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકાના મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન
12:24 November 05
બાઇડેનની પ્રચાર ટીમે શરી કરી ટ્રાન્ઝિશન વેબસાઇટ
- 2020 ની રાષ્ટ્રપતિ પદની સત્તાવાર સમાપન પૂર્વે, ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનની પ્રચાર ટીમે બુધવારે ટ્રાન્ઝિશન વેબસાઇટ શરૂ કરી હતી.
- બાઇડેનની ટ્રાન્ઝિશન વેબસાઇટ - બિલ્ડ બેક બેટરમાં કહેવામાં આવ્યું છે કે, દેશની મુશ્કેલીઓ ગંભીર છે - મહા રોગથી લઈને આર્થિક મંદી સુધી, વંશીય અન્યાયથી માંડીને હવામાનમાં પલટાવ સુધી, ટીમ સંપૂર્ણ તૈયારીઓ કરવાનું ચાલુ રાખશે. જેથી બાઇડેન-હેરિસ વહીવટ તેમની સાથે સ્પર્ધા કરી શકે.
12:00 November 05
જાણો કઇ બેઠક પર છે કાંટાની ટક્કર
- પેન્સિલવેનિયા- 20 મત, ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
- નોર્થ કેરોલિના - 15 મત, ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
- જોર્જિયા- 16 મત, ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
- નેવાદા- 6 મત, જો.બાઇડેન આગળ
- અલાસ્કા- 3 મત, ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
11:57 November 05
5 ભારતીય- અમેરિકી મહિલાઓએ જીતી ચૂંટણી
ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં જેનિફર પ્રિન્સ, કેન્ટકી સ્ટેટ હાઉસની નિમા કુલકર્ણી, વર્મોન્ટ સ્ટેટ સીનેટ માટે કેશા રામ, વોશિંગ્ટન સ્ટેટ હાઉસમાં વંદના સ્લેટર અને મિશિગન સ્ટેટ હાઉસની પદ્મા કુપ્પા છે.
10:29 November 05
જો બાઇડેનના નામે નવો રિકોર્ડ
- ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડેને તેમના નામે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
- અમેરિકન ચૂંટણીના ઇતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના સૌથી વધુ મતોનો રેકોર્ડ હવે બાઇડેનના નામે છે.
- બાઇડેનને 7 કરોડ મત મળ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 6.8 મિલિયન મતોની નજીક છે.
- અગાઉ આ રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો, જેને 6.94 કરોડ મતો મળ્યા હતા.
09:45 November 05
ટ્રમ્પના નિવેદનથી કોઈ ફેર નથી પડતો, દરેક મતની ગણતરી થવી જોઈએ: કમલા હેરિસ
રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું, "ટ્રમ્પ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, દરેક મતની ગણતરી થવી જોઈએ." કમલા હેરિસે કાયદાકીય લડતને ધ્યાનમાં રાખીને બાઇડેનના સમર્થકો પાસેથી આર્થિક મદદની પણ અપીલ કરી છે.
09:28 November 05
કમલા હેરિસની જીત માટે ભારતમાં પ્રાર્થના
- યુ.એસ.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની ચૂંટણીમાં સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
- તેમને તેમના ગામમાં શુભેચ્છા પાઠવા માટે તમિળનાડુમાં પોસ્ટર લગાવામાં આવ્યા છે.
09:15 November 05
ભારતમાં કમલા હેરિસના ગામમાં પોસ્ટરો લાગ્યા
- તમિલનાડુનો તુલાસંતિરાપુરમ ડેમોક્રેટ્સના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનું ગામ છે.
- તેમને અભિનંદન આપવા માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
- તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં જો બાઇડેન અને કમલા હેરિસ જ આગળ છે.
09:11 November 05
મતગણતરી વચ્ચે કમલા હેરિસનું ટ્વીટ
- મતગણતરીની વચ્ચે કમલા હેરિસે ટ્વિટ કર્યું
- કહ્યું કે, અમેરિકાના લોકોએ મતદાન પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ અને તમામ બેલેટ્સ બંધારણ મુજબ ગણાવા જોઈએ.
08:44 November 05
બાઇડેને ટ્રમ્પ પર સાધ્યું નિશાન
બાઇડેને ટ્રમ્પનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. બાઇડેને એક ટ્વિટમાં લખ્યું છે, "સત્તા લઈ શકાય નહીં અને તેનો દાવો પણ કરી શકાતો નથી, આ લોકોથી મળે છે, અને તેમની ઇચ્છા છે કે નહીં અને કોને સત્તા આપવી તે જનતા નક્કી કરશે,જનતા નક્કી કરશે કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ કોણ હશે."
08:34 November 05
નેવાડામાં પણ રસપ્રદ મુકાબલો
- ટ્રમ્પને બેટલગ્રાઉન્ડ સ્ટેટ નેવાડામાં 48.7 ટકા અને બિડેનને 49.3 ટકા મત મળ્યા છે.
- નેવાડામાં બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.
08:13 November 05
બિડેનની મોટી જાહેરાત
બિડેનની મોટી જાહેરાત - ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પેરિસ કરારમાંથી બહાર આવી ગયું છે, અમે 77 દિવસમાં પાછા જોડાશું
06:58 November 05
ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટના દ્વાર ખખડાવ્યા
- રાષ્ટ્રપતિ ચૂંટણીની પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
- મતોની ગણતરી અટકાવવા માટે મિશિગનમાં કેસ દાખલ કરાયો છે.
- ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
- કાઉન્ટિંગ દરમિયાન જ તેમણે ટ્વીટ કરીને પેન્સિલ્વેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ હોવાનો દાવો કર્યો હતો.
06:55 November 05
જો બાઇડેને ફિર ટ્વિટ કરી જીતનો દાવો કર્યો
જો બાઇડેને ટ્વિટ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, પ્રક્રિયા અને એક બીજા પર વિશ્વાસ જાળવી રાખવા કર્યું.
06:26 November 05
ટ્રમ્પે કહ્યું- જ્યાં જીતી રહ્યા હતા, ત્યાં પાછળ કઈ રીતે
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ કે, રાત્રે હું મોટાભાગની ડેમોક્રેટિક પાર્ટી નિયંત્રિત રાજ્યોમાં આગળ ચાલી રહ્યો હતો. પછી એક-એક કરીને તે જાદૂઈ રૂપથી ગાયબ થવાનું શરૂ થઈ ગયું. અચાનક ખરાબ બેલેટની ગણના કઈ રીતે કરવામાં આવી. ખુબ અજીબ છે. મતદાન સર્વેક્ષક ઐતિહાસિક રૂપથી ખોટા નિકળ્યા. મહત્વનું છે કે અમેરિકામાં આજે બીજીવાર મતગણના શરૂ થી છે. મતગણના શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે.
06:12 November 05
LIVE: અમેરિકા ચૂંટણી : બહુમતીની નજીક પહોંચ્યા બાઇડેન, બાઇડેનને મળ્યા 253 વોટ, 4 રાજ્યોમાં ટ્રમ્પ આગળ
વોશિન્ગટન: અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતગણના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગડબડીની આશંકા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે અમે જ્યાં જીતી રહ્યા હતા, ત્યાં અચાનક પાછળ કેમ થઈ ગયા.