વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, અમેરિકા ચીન વિરૂદ્ધ વધુ પગલાં ભરવાની તૈયારીમાં છે. જોકે, રાષ્ટ્રપતિએ આ વિશે કોઇ જાણકારી આપી નથી. કોરોના વાઇરસના ફેલાવા બાદ અમેરિકા અને ચીનના સંબધોમાં તણાવ વધી ગયો છે. કોવિડ-19ને લઇને ટ્રમ્પે ચીન પર કેટલાંય આરોપ લગાવ્યાં છે.
અમેરિકા ચીન સામે વધુ આક્રમક પગલા લઈ શકે છે: વ્હાઇટ હાઉસ - કોરોના વાઇરસ
વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, અમેરિકા ચીન વિરૂદ્ધ વધુ આકરાં પગલાં ભરવાની તૈયારીમાં છે. જોકે, રાષ્ટ્રપતિએ આ વિશે કોઇ જાણકારી આપી નથી.
આ સિવાય બંને દેશો વચ્ચેના તણાવના અન્ય મુદ્દાઓ જેમકે, અમેરિકી પત્રકારો પર પ્રતિબંધ, ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથેનું ગેરવર્તન પણ છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ પ્રધાન સહિત ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ હાલમાં નિવેદનો આપ્યા હતાં. જે દર્શાવે છે કે, રાષ્ટ્રપતિ આગામી દિવસોમાં ચીન વિરૂદ્ધ કેટલાંક વધુ પગલાં લઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કહ્યું કે, રાષ્ટ્રપતિની નજર ટિકટોક, વીચેટ અને અનેય એપ્લિકેશન પર છે. જેનો ઉપયોગ ચીનની સરકાર કથિત રીતે અમેરિકનોના ખાનગી અને વ્યક્તિગત ડેટા મેળવવા માટે કરી રહી છે.