ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકી સાંસદે કલમ 370 હટાવવા બદલ PM મોદીના કર્યા વખાણ

વૉશિંગ્ટન: અમેરિકી સાંસદ જ્યોર્જ હોલ્ડિંગે જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કામચલાઉ કલમની જોગવાઈઓને રદ્દ કરવા યોગ્ય ઠેરવ્યા છે. ગૃહમાં તેમને "હિંમતવાન પગલાં" કહી પીએમ મોદીની પણ પ્રશંસા કરી.

us congressman praises pm modi for revoked article 370 in jk

By

Published : Nov 2, 2019, 6:43 AM IST

અમેરિકી સાંસદ જ્યોર્જ હોલ્ડિંગએ કહ્યું કે, PM મોદીએ કલમ 370 હટાવવા માટે જે પગલા લીધા છે, તેની ખરેખર જરૂર હતી. લાંબાગાળાના વસવાટ માટે એ જરૂરી છે. તાજેતરમાં સુધી, કાશ્મીર પર કલમ 37૦ મુજબ શાસન કરવામાં આવતું હતું, જે એક જુનો કાયદો હતો, જેને ભારતીય બંધારણ દ્વારા અસ્થાયીરૂપે માન્યતા આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં સ્થિત ઘણા જૂથો સરહદ પાર આતંકવાદ ફેલાવવામાં સક્ષમ હતા, જેનાથી લોકો અને તેમના પરિવારોને ઘણી તકલીફ પડી હતી અને અર્થવ્યવસ્થા હંમેશા નબળી રહેતી હતી.

તેમને કહ્યુ્ં કે, 'મેડમ સ્પીકર, જમ્મુ-કાશ્મીરના લોકો વધુ સારા બનવા માટે હકદાર છે, અને વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંમતવાન પગલા લીધા છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં પરિવર્તન સાંસદ દ્વારા બે તૃતીયાંશ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું, જે સુધારાની જરૂરિયાત પર સામાન્ય સર્વસંમતિ દર્શાવે છે. '

5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે અવિભાજિત જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા.

ABOUT THE AUTHOR

...view details