વૉશિગ્ટંન: સરકારના પ્રતિબંધના 12 કલાકની અંદર ભારતમાં સૌથી લોકપ્રિય એપ્લિકેશન ટિકટૉકને ગુગલ પ્લે-સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. ભારતના આ નિર્ણય પર અમેરિકી કોંગ્રેસે વખાણ કર્યા છે, આ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી અમેરિકી નાગરિકોને સુરક્ષાને લઈ ચીની એપ અને વેબસાઈટ વિરુદ્ધ પગલું ભરવાની અપીલ કરી છે.
અમેરિકાએ ભારતના TikTok પ્રતિબંધના કર્યા વખાણ, કહ્યું- અમે પણ ટૂંક સમયમાં નિર્ણય લેશું
ચીન સાથે સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ટિક-ટૉક સહિત 59 ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી ટિક-ટૉક એપને હટાવવામાં આવી છે.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા ટિકટૉક અને અન્ય સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાની પ્રશંસા કરી સમર્થમાં ટ્રમ્પને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું કે, ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ટિકટૉક સહિત ચીની એપ પર પ્રતિબંધ મૂકીને નિર્ણાયક પહેલ કરી છે.
વ્હાઈટ હાઉસે કહ્યું કે, ટિકટૉક સહિત ચાઈનીઝ એપ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. જેના માટે અંદાજે એક મહિનાનો સમય લાગશે. પોમ્પિયોએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, અમેરિકા ટૂંક સમયમાં ટિકટૉક પર પ્રતિબંધ લગાવી શકે છે. આ માટે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ કહ્યું કે, ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અમેરિકી નાગરિકોનો ડેટા એકત્રિત કરી રહી છે.