ગુજરાત

gujarat

ETV Bharat / international

US કોંગ્રેસે 1.2 ટ્રિલિયન ડોલરનું 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ' કર્યું પાસ

એક ડઝનથી વધુ રિપબ્લિકન સાંસદોએ 1.2 ટ્રિલિયનના ટ્રાન્સપોર્ટેશન અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ અપગ્રેડ બિલ (Broadband Internet Upgrade Bill) ને સમર્થન આપ્યું હતું. આ રીતે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનએ સાથે મળીને ગૃહમાં આ બિલને સરળતાથી બહુમતી અપાવી અને તે પાસ થઈ ગયું હતું.

byden on statement
byden on statement

By

Published : Nov 6, 2021, 3:10 PM IST

  • 1.2 ટ્રિલિયન ડોલરનું 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ' પાસ
  • US કોંગ્રેસે બિલ પાસ કર્યું
  • રાષ્ટ્રપતિ જો બાઈડેનને મોટી જીત મળી

વોશિંગ્ટન: US કોંગ્રેસે (US Congress) 1.2 ટ્રિલિયન ડોલરનું દ્વિપક્ષીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ પાસ કર્યું છે. આ રીતે રાષ્ટ્રપતિ જો બાઈડેનને મોટી જીત મળી છે, જેઓ આ ઐતિહાસિક બિલ પાસ કરવાનો રસ્તો શોધી રહ્યા હતા. એક ડઝનથી વધુ રિપબ્લિકન સાંસદોએ 1.2 ટ્રિલિયનના ટ્રાન્સપોર્ટેશન અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ અપગ્રેડ બિલ (Broadband Internet Upgrade Bill) ને સમર્થન આપ્યું હતું. આ રીતે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાથે મળીને ગૃહમાં આ બિલને સરળતાથી બહુમતી અપાવી અને તે પાસ થઈ ગયું. સેનેટે મહિનાઓ પહેલા અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટી રકમ સાથે આ બિલ પસાર કર્યું હતું.

આ પણ વાંચો:સ્વર્ગસ્થ પુનીત રાજકુમાર જે 1800 વિદ્યાર્થીઓની સંભાળ લેતા હતા, તેની જવાબદારી તમિલ અભિનેતા વિશાલે સ્વીકારી

છ ડેમોક્રેટ્સે તેની વિરુદ્ધ મતદાન કર્યું

આ મોટું પેકેજ મોટી સંખ્યામાં અમેરિકનોને આરોગ્ય સંભાળ, બાળકોના ઉછેર અને ઘરની વૃદ્ધોની સંભાળ સાથે સહાય પૂરી પાડશે. કોંગ્રેસમાં આ બિલના સમર્થનમાં 228 વોટ પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 206 વોટ પડ્યા હતા. 13 રિપબ્લિકન સાંસદોએ ડેમોક્રેટ્સ સાથે બિલને સમર્થન આપ્યું હતું, જ્યારે છ ડેમોક્રેટ્સે તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ બિલ હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તાક્ષર કરવા જશે અને કાયદો બનશે. આ બિલ ઓગસ્ટમાં જ સેનેટમાં પસાર કરવામાં આવ્યું હતું પરંતુ તે ગૃહમાં અટકી ગયું હતું. કારણ કે ડેમોક્રેટ્સ અલગથી 1.9 ટ્રિલિયન ડોલરના આર્થિક પેકેજની માગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: ચીને અરૂણાચલ પ્રદેશની સાથે આવેલા વિવાદિત ક્ષેત્રમાં વસાવ્યું ગામઃ અમેરિકા

આ બિલ ઓગસ્ટમાં સેનેટમાં પસાર થયું હતું

ઓગસ્ટની શરૂઆતમાં US સંસદના ઉપલા ગૃહ US સેનેટે 1,000 અરબ ડોલરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડેન માટે આ પેકેજ પ્રાથમિકતાઓમાં ટોચ પર હતું. આ બાબતમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બન્ને પક્ષોએ એકતા દર્શાવતા યોજનાને મંજૂરી આપી હતી. યોજનાની તરફેણમાં 69 મત પડ્યા, જ્યારે વિરોધમાં 30 મત પડ્યા હતા. મોટી સંખ્યામાં સાંસદોએ મતભેદો ભૂલીને યોજનાની તરફેણમાં મતદાન કર્યું હતું. સાર્વજનિક કાર્યોને લગતા કામોને ઝડપી બનાવવા માટે સાંસદો નાણાં મોકલવા તૈયાર હતા. સેનેટના બહુમતી નેતા ચક શૂમરે કહ્યું કે, ઘણા મુદ્દા છે પરંતુ તે અમેરિકા માટે ઘણું સારું છે.

ABOUT THE AUTHOR

...view details