અમેરિકા તથા ચીન વચ્ચે વ્યાપારને લઇને યુદ્ધ ચાલુ થઇ ગયુ છે. જેથી એપલના iPhone નિર્માણની કિંમત 3 ટકા વધી ગઇ છે. જૂના નફા દર મેળવા માટે એપલ તથા તથા તે જ કિંમતથી iPhoneની કિંમતમાં વધારો કરવો પડશે.
અમેરિકા-ચીન વ્યાપાર યુદ્ધથી 3 ટકા મોંઘા થશે iPhone - gujarat
ન્યૂઝ ડેસ્ક : ફોર્ચ્યૂનના જણાવ્યા અનુસાર, વેડબશ વિશ્લેષક ડૈન ઇવ્સએ જણાવ્યું છે કે, iPhoneની ચીન દ્વારા નિર્મિત બેટરી તથા અન્ય ઉપકરણો પર ચાર્જ વધારવાથી આની નિર્માણ કિંમત 2થી 3 ટકા સુધી વધી શકે છે.
ફાઇલ ફોટો
પોર્ટના જણાવ્યા અનુસાર, ઉદાહરણ રૂપે iPhone X ની કિંમત 999 ડોલરથી વધીને 1,029 ડોલર થઇ જશે. જ્યારે ઇવ્સના જણાવ્યા અનુસાર, એપલની કિંમતમાં વધારો થઇ શકે છે. જો ટ્રમ્પ સરકાર ચીનની વસ્તુઓ પર ટેક્સ વધારવાની યોજના પર અમલ કરશે. જો આવું થશે, તો iPhoneના દરેક ઉત્પાદનની કિંમત 120 ડોલર સુધી વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઇવ્સે અમેરિકા-ચીન વ્યાપાર યુદ્ધને જોઇને આ ધારણા કરી છે.