સુરક્ષા સંબંધિત કેટલાયે કિસ્સાઓમાં અમેરિકામાં વિદેશી રોકાણને અંતર્ગત એજન્સી સમિતિએ Tik Tokને લઈને તપાસ શરૂ કરી હતી જેના આધાર પર એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકી સેનાનો Tik-Tok પર પ્રતિબંધ કહ્યું, રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો - Tik Tok
સન ફ્રાન્સિસ્કો: અમેરિકી સુરક્ષા મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં Tik-Tokના ઉપયોગને સુરક્ષાના જોખમોથી ભરેલી એપ્લિકેશન ગણાવી છે. આ જ હોડમાં અમેરિકી સેનાએ લોકપ્રિય ચાઇનીઝ વીડિયો એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. સેનાનું માનવું છે કે, આ એપ્લિકેશન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા સમાન છે.
US Army bans soldiers from using TikTok
સુરક્ષા મંત્રાલયે Tik-Tokના ઉપયોગને સુરક્ષાના જોખમોથી ભરેલી એપ્લિકેશન ગણાવી છે. સાથે જ સૈનિકોએ આદેશ આપ્યો છે કે, 'જો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો તો તેને લઈને સાવધાન થઈ જાઓ. કેટલાયે એપ્સ તમારા ફોનને મોનિટર કરતા હોય છે, તેને તુરંત ડિલીટ કરી દો અને Tik Tokને અનઈન્સટોલ કરી દો, જેથી કોઈ ખાનગી જાણકારી જાહેર ન થાય '