- યુએસ સરકારે અમેરિકન નાગરિકોને અમેરિકા પરત ફરવાની સલાહ આપી
- સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકન નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની કરી અપીલ
- ભારતમાં કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો
નવી દિલ્હીઃ યુએસ સરકારે તેના નાગરિકોને અમેરિકા પરત ફરવાની સલાહ આપી છે. અમેરિકન સરકારનું કહેવું છે કે, કોરોના મહામારીની બીજી લહેરના કારણે ભારતની આરોગ્ય પ્રણાલીને કોવિડ 19 ના કેસનો સામનો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકન નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની અને જે લોકો અત્યારે ભારતમાં છે તેને જલ્દી જ દેશ છોડવાની સલાહ આપી છે.
ભારત અને અમેરિકા વચ્ચે દૈનિક 14 સીધી ફ્લાઇટ્સ છે ઉપલબ્ધ
વોશિંગ્ટનમાં, બાઈડેન સરકારે પોતાની એડવાઈજરીમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 કેસમાં ઉછાળાને કારણે ભારતમાં તમામ પ્રકારની તબીબી દેખભાળ સુધીની પહોંચ ગંભીર રીતે મર્યાદીત થઈ રહી છે. અમેરિકન નાગરિક કે જેઓ ભારત છોડવા માગે છે તેઓએ હવે ઉપલબ્ધ વાણિજ્યિક પરિવહન વિકલ્પોનો લાભ લેવો જોઈએ. ભારત અને અમેરિકા વચ્ચે દરરોજ સીધી ફ્લાઇટ્સ હોય છે. આ ઉપરાંત, પેરિસ અને ફ્રેન્કફર્ટમાં ટ્રાન્સફર થકી અમેરિકન નાગરીકો માટે વધારાના ફ્લાઇટ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વિભાગે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે દૈનિક 14 સીધી ફ્લાઇટ્સ છે અને યુરોપને જોડતી અન્ય સેવાઓ પણ છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE: કોરોનાના બીજા સ્ટ્રેઈનથી સંક્રમિત થયેલા 60 ટકા લોકો પ્લાઝમા ડોનેટ નથી કરી શકતા, જાણો કેમ ?