ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન - ફાઈઝરની વેક્સિનને અમેરિકામાં મંજૂરી

કોરોના મહામારી વચ્ચે અમેરિકાના ખાદ્ય અને ઓષધિ પ્રશાસન(FDA) દ્વારા 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોટેકની વેક્સિનના આપાતકાલીન ઉપયોગને મંજૂરી આપી છે.

કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન
કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન

By

Published : May 13, 2021, 10:23 AM IST

  • ફાઈઝર-બાયોટેકની વેક્સિનને 12થી 15 વર્ષના બાળકો માટે મંજૂરી
  • અમેરિકાના FDA દ્વારા આપાતકાલીન ઉપયોગ માટે અપાઈ મંજૂરી
  • કંપની દ્વારા બાળકો પર તેમની વેક્સિન 100 ટકા અસરદાર હોવાનો દાવો

વોશિંગ્ટન: કોરોના મહામારી વચ્ચે FDA દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 12થી 15 વર્ષીય બાળકો માટે ફાઈઝર-બાયોટેક વેક્સિનના આપાતકાલીન ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. FDAના અધિકારી જેનેટ વુડકોકે હાલના સમયમાં આ નિર્ણયને વધાવીને તેને જરૂરિયાતમંદ ગણાવ્યો હતો. જેનેટે કહ્યું હતું કે, FDAનો આ નિર્ણય સંપૂર્ણ રીતે બાળકોના હિતમાં છે, જે તેમને ફરી વખત સામાન્ય જીવન જીવવામાં મદદ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અગાઉ ફાઈઝરની વેક્સિનને 16 વર્ષથી વધુના બાળકો માટે મંજૂરી આપવામાં આવી હતી.

શાળાઓ શરૂ થાય તે પહેલા બાળકોને વેક્સિન આપવાનો લક્ષ્ય

ફાઈઝર કંપનીના ઉપાધ્યક્ષ તેમજ બાળરોગ વિશેષજ્ઞ ડૉ. બિલ ગ્રુબરે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય કોરોના મહામારીથી લડવા માટેની અમારી ક્ષમતાને વધારવા માટે મહત્વપૂર્ણ રહેશે. ફાઈઝર કંપનીએ માર્ચ મહિનામાં જ જાહેરાત કરી હતી કે, તેમની વેક્સિન 12 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો માટે પ્રભાવિત અને સુરક્ષિત છે. બાઈડેન સરકાર પણ શાળાઓ શરૂ થાય તે પહેલા તમામ બાળકોને વેક્સિન મળી રહે તે માટે તૈયારીમાં લાગી ગઈ છે.

બાળકો પર 100 ટકા અસરદાર હોવાનો દાવો

ફાઈઝરે માર્ચ મહિનામાં પરીક્ષણના કેટલાક આંકડાઓ પણ રજૂ કર્યા હતા. કંપની દ્વારા 12થી 15 વર્ષના લગભગ 2200 વોલન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. જે મેળવ્યા બાદ એકપણ બાળક કોરોના સંક્રમિત થયો ન હતો. જ્યારબાદ કંપનીએ પોતાની વેક્સિન બાળકો પર 100 ટકા અસરદાર હોવાનો દાવો કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details