- ભારતને મદદ કરવા બાઈડન પર વધી રહ્યુ છે દબાણ
- જૂનના પ્રારંભમાં દરેક અમેરિકનને રસી અપાઈ ચૂકી હશે
- ભારત, બ્રાઝિલ જેવા દેશોને એસ્ટ્રાઝેનેકા રસી અને અન્ય તબીબી ઉપકરણો આપવાનો સમય આવી ગયો છે : મરીન બ્રિલિયન્ટ
વોશિંગ્ટન DC (USA) : U.S. ચેમ્બર ઓફ કોમર્સના આંતરરાષ્ટ્રીય બાબતોના વડા અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મરીન બ્રિલિયન્ટે જણાવ્યું હતું કે, ભારત, બ્રાઝિલ જેવા દેશોને એસ્ટ્રાઝેનેકા રસી અને અન્ય તબીબી ઉપકરણો આપવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું કે, હવે અમેરિકાને તેની જરૂર નહીં પડે. જૂનના પ્રારંભમાં દરેક અમેરિકનને રસી આપવામાં આવી હશે. તેમનું નિવેદન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે કોરોના સામે યુદ્ધમાં મદદ કરવાની અપીલ કર્યા પછી આવ્યું છે.
ગ્રેટાએ પણ અપીલ કરી
પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે પણ ભારતની પરિસ્થિતિને ચિંતાજનક ગણાવીને વૈશ્વિક સમુદાયની મદદ માગી છે.
દરેક અમેરિકનનો પરિવારનો કોઈને કોઈ સભ્ય ભારતમાં છે : શેડન નરસિમ્હેન
શેડન નરસિમ્હેન, જે બાઈડનના ચૂંટણી પ્રચારના એક મુખ્ય ભંડોળના રેઝરમાંથી એક હતા. તેમણે જણાવ્યું છે કે, "દરેક અમેરિકનનો પરિવારનો કોઈને કોઈ સભ્ય ભારતમાં છે. ઘણા તેમના સભ્યો ગુમાવી ચૂક્યા છે અથવા પીડિત છે." અમેરિકા એક દિવસમાં ભારતને એક કરોડ એસ્ટ્રાઝેનેકા રસી આપી શકે છે. આપણે આ સહાય કરવી જ જોઇએ.
આ પણ વાંચો :USએ 10 રશિયન રાજદ્વારીઓને બરતરફ કરીને નવા પ્રતિબંધો લાદ્યા