વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસે સુરક્ષા પરિષદને કોવિડ-19 મહામારી સામે લડવા માટે એકજૂટ રહેવાનું આહ્વાન કર્યું છે. તેમણે આ બાબતને એક પેઢીની લડાઈ ગણાવી છે.
તેમણે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી કોરોના વાઇરસ માટેની પ્રથમ બેઠકમાં સુરક્ષા પરિષદને અપીલ કરતાં જણાવ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાં પરિષદને એકજૂટ થઇને આની સામે લડવા માટે સંકલ્પ લેવો ખૂબ મહત્વપૂર્ણ છે.