ગુજરાત

gujarat

ETV Bharat / international

UN પ્રમુખે કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા સમાધાન કરવાની અપીલ કરી - international news

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અંટોનિયો ગુતારેસે વાર્તા તરીકે કાશ્મીર મુદ્દાને સમાધાન કરવાની અપીલને ફરીથી પુનરાવર્તિત કરી છે. તેમણે કહ્યું કે, જે પણ સમાધાન હોય ખાડીમાં વસતા લોકોના માનવાધિકારનું સન્માન થવું જોઈએ.

UN chief continues to call for kashmir issue

By

Published : Oct 25, 2019, 5:12 PM IST

ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે એક કાર્યક્રમ દ્વારા કહ્યું કે, યોગ્ય સમય આવવા પર તેઓ કાશ્મીર મુદ્દે બંને દેશો સાથે વાત કરીને જ રહેશે.

તેઓએ આગળ કહ્યું કે, મહાસચિવે મહાસભા દરમિયાન અને તે પહેલા પણ પાકિસ્તાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સાથે કાશ્મીર મુદ્દે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત હંમેશાથી કહેતુ આવ્યું છે કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેઓને અન્ય ત્રીજા પક્ષની આ બાબતે મધ્યસ્થતાની આવશ્યક્તા નથી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details