લંડનઃ યુરોપીય યુનિયન(ઈયુ)થી અલગ થયા બાદ બ્રિટેન ફરી પોતાની ઓળખાણ બનાવાવા તરફ આગળ વધી રહ્યું છે. દશકો બાદ બ્રિટન આગામી મહિને ફરી બ્લુ રંગનો પાસપોર્ટ જાહરે કરવા જઈ રહ્યો છે.
EUથી અલગ થયા બાદ બ્રિટેન દશકો પછી બ્લુ રંગનો પાસપોર્ટ જાહેર કરશે - આંતરરાષ્ટ્રીય સમાચાર
યુરોપીય યુનિયનથી અલગ થયા બાદ બ્રિટેન ફરી પોતાની જૂની ઓળખાણ તરફ વળ્યું છે. બ્રિટેન દશકો બાદ ફરી બ્લુ પાસપોર્ટ જાહેર કરશે.
આ બ્લુ કલરના નવા પાસપોર્ટના બેક કવરમાં ઈંગ્લેન્ડ, ઉત્તરી આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સના પ્રતિકો દેખાશે. બ્લુ પાસપોર્ટનો ઉપયોગ સૌપ્રથમવાર 1921માં કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી યુનાઈટેડ કિંગડમ યુરોપીય સંઘમાં સામેલ નહોતું થયું ત્યાં સુધી પાસપોર્ટનો કલર બ્લુ જ હતો.
નોંધનીય છે કે, પહેલો નવો પાર્સપોર્ટ માર્ચની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે અને 2020ના મધ્ય સુધી સરકાર અનુસાર નવા બધા પાસપોર્ટ બ્લુ રંગના હશે. ગૃહસચિવ પ્રીતિ પટેલે કહ્યં કે, પ્રતિષ્ઠિત બ્લુ અને સોનાની ડિઝાઈન સાથે પાસપોર્ટ એકવાર ફરી અમારી રાષ્ટ્રીય ઓળખાણ સાથે જોડાશું.