- ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે
- ટ્રમ્પ પ્રશાસને પેંટાગનના સૌથી સીનિયર ઓફિસર્સને દૂર કર્યા
- અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા ફેરફાર
વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સ્વીકાર કરવા તૈયાર નથી. આ વચ્ચે પહેલીવાર મીડિયામાં બળવાના સમાચારોને વેગ આપવામાં આવી રહ્યો છે. રક્ષા પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે, સત્તાના હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ રહેશે. નવી સરકારની તૈયારીઓ ચાલી રહી છે.
ટ્રમ્પ પ્રશાસને કર્યા અનેક મોટા ફેરફાર
માઇક પોમ્પિયોના આ નિવેદન બાદ અમેરિકી મીડિયામાં અટકળો ચાલી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ બળવો કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પેંટાગનના અસૈન્ય નેતૃત્વમાં તેજીથી થઇ રહેલા ફેરફારથી લોકોની ચિંતામાં વધારો થયો છે. ટ્રમ્પ પ્રશાસને પેંટાગનના સૌથી સીનિયર ઓફિસર્સને દૂર કર્યા છે.