સાનફ્રાન્સિસ્કો: ટ્વિટરના સહ-સ્થાપક અને સીઈઓ જેક ડૉર્સીએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ તેમના પરોપકારી ભંડોળ દ્વારા કોરોના વાયરસથી સંબંધિત રાહત કાર્ય માટે તેમની અંગત સંપત્તિમાંથી એક અબજ ડોલરનું દાન આપશે.
ટ્વિટરના સહ-સ્થાપક જેક ડૉર્સીએ કોરોના રાહત કાર્યોમાં આપશે 1 અબજ ડૉલરની સહાય - ટ્વિટર ન્યુઝ
ટ્વિટરના સહ-સ્થાપક જેક ડૉર્સી કોરોના રાહત કાર્યોમાં સહાય માટે 1 અબજ ડૉલરની સહાય કરશે.
![ટ્વિટરના સહ-સ્થાપક જેક ડૉર્સીએ કોરોના રાહત કાર્યોમાં આપશે 1 અબજ ડૉલરની સહાય Jack Dorsey news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6711343-thumbnail-3x2-twiter.jpg)
Jack Dorsey
ડૉર્સીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ ડિજિટલ પેમેન્ટ ગ્રુપ સ્ક્વાયરમાં પોતાનો હિસ્સો તેમની સંસ્થા સ્ટાર્ટ સ્મોલમાં સ્થાનાંતરિત કરશે, જે તેમની કુલ સંપત્તિના લગભગ 28 ટકા હિસ્સો હશે.
તેમણે કહ્યું કે મને આશા છે કે આ અન્યને પણ આવું જ કંઈક કરવા પ્રેરણા આપશે. જીવન ખૂબ ટૂંકું છે, તેથી લોકોને મદદ કરવા માટે શક્ય તે બધું કરીએ છીએ.