ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્વિટર અને પિન્ટરેસ્ટ ચૂંટણીમાં ખોટી માહિતી પર લગાવશે રોક

ટ્વિટરે બુધવારે એક નવુ ટૂલ શરૂ કર્યું છે. જેમાં અમેરિકામાં ઉપયોગકર્તાઓને મત નોંધણી અથવા મતદાન કરવા માટે ખોટી માહિતી આપનાર ટ્વીટને રિપોર્ટ કરવામાં સહાયતા કરશે.

ટ્વિટર અને પિન્ટરેસ્ટ ચૂંટણીમાં ખોટી માહિતી પર લગાવશે રોક
ટ્વિટર અને પિન્ટરેસ્ટ ચૂંટણીમાં ખોટી માહિતી પર લગાવશે રોક

By

Published : Feb 2, 2020, 11:52 AM IST

સૈન ફ્રાન્સિસ્કો: ટ્વિટર અને પિન્ટરેસ્ટ નવેમ્બરમાં આયોજીત ચૂંટણીમાં ખોટી માહિતી ન ફેલાય તેથી તેના પર રોક લાવવા માટે એક નવા પગલા ભરી રહી છે. ટ્વિટરે બુધવારે એક નવું ટૂલ શરૂ કર્યું છે, જે અમેરિકામાં ઉપયોગકર્તાઓને ખોટી માહિતી આપનાર સામે પગલા ભરવા માટે ટ્વિટને રિપોર્ટ કરવામાં સહાયરૂપ થશે. ટ્વિટરે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન આ ટૂલનો ઉપયોગ કરવામાં આવશે. આ વચ્ચે પિન્ટરેસ્ટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે એવા પોસ્ટને નહીં બતાવે જ મતદાન કરવા અને મત નોંધણી માટે ખોટી માહિતી આપતા હશે.

ટ્વિટર અને પિન્ટરેસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર મતદાનને લઇ ખોટી માહિતીઓ પર રોક લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં સોમવારે આયોવા કોકસથી આગાઉ ટ્વિટ અને પિન્ટરેસ્ટ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. કંપનીનું નવું ટૂલ ભારત, બ્રિટેન અને યૂરોપીયન સંઘના ચૂંટણીમાં આગાઉ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details