ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકામાં હંગામો, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યું

માઈક્રોબ્લૉગિંગ સાઈટ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે યૂએસ કેપિટોલ ઝડપ પર ટિપ્પણીઓ બાદ 12 કલાક માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટે ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં ટ્વિટરના નિયમોના ઉલ્લધંનથી ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

US Capital Hill siege
US Capital Hill siege

By

Published : Jan 7, 2021, 9:21 AM IST

Updated : Jan 7, 2021, 12:39 PM IST

  • ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન
  • વિરોધ દરમિયાન એક મહિલાનું ગોળી વાગવાથી મોત
  • ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્રમ્પનું એકાઉન્ટ કર્યુંબ્લોક

વૉશિગ્ટન : માઈક્રોબ્લૉગિંગ સાઈટ ટ્વિટરે વૉશિંગ્ટનમાં યુએસ કેપિટલમાં થયેલી ઝડપને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.સિવિક ઈન્ટીગ્રિટી પોલિસીનું ઉલ્લધંન કરતા ટ્વિટરે કહ્યું કે, ટ્રમ્પના અંદાજે 3 ટ્વિટ અકાઉન્ટને 12 કલાક માટે લોક કરવામાં આવ્યું છે.માઈક્રોબ્લોગિંગ સાઈટે ચેતવણી આપી કે, ભવિષ્યમાં ટ્વિટરના નિયમોના ઉલ્લધંનથી ટ્રમ્પનું અકાઉન્ટ સ્થાયી રુપથી બંધ કરવામાં આવશે. આ પગલું ફેસબુક અને યુટ્યુબે તેમના સમર્થન માટે બનાવેલા વીડિયોને દુર કર્યા બાદ ભર્યું છે.

પ્રદર્શનકારિયોને દુર કરવા માટે ટીયર ગેસ અને પફ્યૂશન ગ્રેનેડનો ઉપયોગ

પોલીસે પહેલા અમેરિકી કેપિટલમાં ટ્રમ્પ સમર્થકો પ્રદર્શનકારિયોને દુર કરવા માટે ટીયર ગેસ અને પફ્યૂશન ગ્રેનેડનો ઉપયોગ કર્યો છે. હાલમાં પ્રદર્શનકારીઓ શાંત છે અને પોલીસે અમેરિકી કેપિટોલને સુરક્ષિત જાહેર કર્યું છે. પોલીસે જણાવ્યું કે, કેપિટલની અંદર એક મહિલાનું ગોળી વાગવાથી મોત થયું છે. અત્યારસુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પાંચ હથિયારો ઝપ્ત કરવામાં આવ્યા છે.

ટ્રમ્પના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા

આપને જણાવી દઈએ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડને જીત મળી છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાર સ્વીકારવા માટે તૈયાર નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોશિંગ્ટનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ટ્રમ્પના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા હતા. ત્યારબાદ કેપિટલની બહાર પોલીસ અને ટ્રમ્પ સમર્થકો વચ્ચે ધર્ષણ થઈ હતી. પ્રદર્શનકારિયોએ કેપિટલની સીડીઓ નીચે પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

Last Updated : Jan 7, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details