ગુજરાત

gujarat

ETV Bharat / international

દવાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા ટ્રમ્પના બદલાયા સૂર, ભારતનો માન્યો આભાર - દવાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો

અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની ભયાવહ સ્થિતિની વચ્ચે ભારતના વખાણ કરતાં જોવા મળ્યા હતાં. નોંધનીય છે કે, વડાપ્રધાને સહાયક દવાઓ અને હાઈડ્રોક્લોરોક્વીનના નિકાસ પર હાટવેલા પ્રતિબંધના કારણે ટ્રમ્પના સૂર બદલાયેલા જોવા મળી રહ્યાં છે.

Donald Trump
Donald Trump

By

Published : Apr 8, 2020, 1:29 PM IST

વૉશિગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના હાઈડ્રોક્લોરોક્વીનના નિકાસ પર પ્રતિબંધ હટાવવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મહાન વ્યક્તિ છે. તેમના આ નિર્ણયને હું માન આપું છું.

ભારતે મંગળવારે કોરોના વાઈરસના ઈલાજ માટેની સહાયક દવા હાઈડ્રોક્સીરોક્વીનના નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ભારતે દવાના નિકાસ પર મંજૂરી આપી છે. જો કે, આ પહેલા ભારતે પોતાના નાગરીકોને બચાવવા માટે દવાના નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે વિદેશથી દવાઓ મંગાવી રહ્યાં છે. જેના વિશે મેં નરેન્દ્ર મોદીને વાત કરી હતી. કારણ કે, ભારતમાંથી પણ ઘણી દવાઓની આયાત થતી હતી.

નોંધનીય છે કે, આ પહેલા ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે, જો ભારત હાઈડ્ર્રોક્સીરોક્વીનની નિકાસ નહીં કરે તો તેની જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 12,000 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details