ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના વાઈરસથી બચવા મેલેરિયાની દવા લઈ રહ્યો છું: ટ્રમ્પ

અમેરિકા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ચોંકાવનારુ નિવદેન સામે આવ્યું છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ કોરોના વાઈરસથી બચવા માટે મેલેરિયાની દવા લઈ રહ્યા છે.

trump
trump

By

Published : May 19, 2020, 4:04 PM IST

વોશિંગ્ટન: યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, તે કોરોના વાઈરસથી બચવા માટે મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન લઈ રહ્યા છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું, "હું આ (હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન) લગભગ બે અઠવાડિયાથી લઈ રહ્યો છું."

તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમને કોવિડ -19 ના લક્ષણો નથી. યુ.કે.માં છેલ્લા ત્રણ મહિનામાં રોગચાળાથી 90,000 થી વધુ લોકોના મોત થયા છે.

તેમણે કહ્યું કે, "વ્હાઇટ હાઉસના ડોક્ટરે દવા લેવાની સલાહ આપી નથી." મેં તેને પૂછ્યું કે તે તેના વિશે શું વિચારે છે? તેણે કહ્યું કે મારે દવા લેવી હોય તો. મેં કહ્યું હા, મારે દવા લેવી છે.

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, 'હું દરરોજ એક ગોળી લઉં છું. થોડા સમય પછી હું તે લેવાનું બંધ કરીશ. હું બીમારીનો ઈલાજ શોધવા માગું છું અને મને વિશ્વાસ છે કે, એ દિવસ ચોક્કસ આવશે. '

ટ્રમ્પને દવા લેવાની જાણ થતાં જ વ્હાઇટ હાઉસના ડૉક્ટર સીન પી. કોન્લીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ એકદમ સ્વસ્થ છે અને તેમને કોવિડ-19 ના લક્ષણો નથી.

ABOUT THE AUTHOR

...view details