ગુજરાત

gujarat

ETV Bharat / international

ગોલ્ફ રમવાના સમાચાર પર ટ્રમ્પનો મીડિયા પર ગુસ્સો, કહ્યું- ખબર હતી કે આ જ થશે - ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાઇરસથી અમેરિકામાં થઇ રહેલા મોતની વચ્ચે ટ્રમ્પે તેના ગોલ્ફ રમાનારા સમાચારને લઇને મીડિયા પર નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પર હુમલો કરતા કહ્યું કે, મને ખબર હતી કે, આમ જ થશે.

Etv Bharat, Gujarati News, Trump spotted playing golf as virus tolls soar in US
Donald Trump

By

Published : May 26, 2020, 12:04 PM IST

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપિતએ આ મામલે પર સ્પષ્ટ્તા આપતા ટ્વીટમાં લખ્યું કે, આ તથ્ય વિશે અમુક સ્ટોરીઝ જે બહાર આવી રહી છે, મેં થોડી એક્સસાઇઝ અને વિકેન્ડમાં ગોલ્ફ રમ્યો હતો. આ નકલી અને સમગ્ર રીતે ખોટા માહિતી એક પાપની જેમ લાગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ

ટ્રમ્પે આગળ કહ્યું કે, મને ખબર હતી કે, આ જ થશે. તે જે કહેતા નથી કે, આ લગભગ 3 મહીનામાં મારો પહેલો ગોલ્ફ હતો અને મેં 3 વર્ષ પણ રાહ જોત, તો પણ તેઓ તેમ જ કરત. તેઓ નફરત અને બેઇમાનીથી બિમાર છે. તે વાસ્તવમાં વિક્ષિપ્ત છે.

વધુમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ જે ખરાબ કામ વિશે અથવા ઓબામા વિશે લખતા નથી. તેમણે (ઓબામા)ને એક હોનહાર યુવાના ISIS દ્વારા ક્રુર હત્યા કર્યા બાદ પોતાની પળોને માણી હતી. આ પુરી રીતે અનુચિત હતું અને એ હું હતો જેમણે ISIS સામે 100 ટકા જવાબ આપ્યો હતો.

વધુમાં તમને જણાવીએ તો, અમેરિકામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, ગોલ્ફ રમતા તેના ફોટોઝ અને વીડિયોને કારણે ડોનાલ્ડ ટ્રમ્પને લોકોની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details