ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રમ્પે ટિકટોક, વીચેટ પર પ્રતિબંધ મૂકતા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા - યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક અને વીચેટ જેવી એપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવાના હુકમ પર હસ્તાક્ષર કર્યા છે.

ટિકટોક, વીચેટ પર પ્રતિબંધ
ટિકટોક, વીચેટ પર પ્રતિબંધ

By

Published : Aug 7, 2020, 4:05 PM IST

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક અને વીચેટ જેવા લોકપ્રિય ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા કાર્યકારી હુકમ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા અને દેશના અર્થતંત્ર માટે જોખમી ગણાવ્યું છે.

ટ્રમ્પે બે અલગ અલગ કાર્યકારી આદેશમાં કહ્યું હતું કે આ પ્રતિબંધ 45 દિવસમાં અમલમાં આવશે.નોંધનીય છે કે ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ લગાવનાર ભારત પ્રથમ દેશ છે. ભારતે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે 106 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પ વહીવટ અને અમેરિકન સાંસદો દ્વારા ભારતના આ પગલાંને આવકારવામાં આવ્યો છે.

ટ્રમ્પે કોંગ્રેસને મોકલેલી સરકારી માહિતીમાં કહ્યું છે કે, યુએસમાં ચાઇનીઝ કંપનીઓની માલિકીમાં વિકસિત મોબાઇલ એપ્સનો પ્રસાર રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને દેશના અર્થતંત્ર માટે જોખમી છે.ટ્રમ્પે કહ્યું કે, ચાઇનીઝ કંપની બાઇટડાન્સ લિમિટેડની માલિકીની વીડિયો શેરિંગ મોબાઇલ એપ્લિકેશન, ટિકટોક તેના યૂઝર્સ પાસેથી ઘણી માહિતી મેળવે છે.

ટ્રમ્પે કહ્યું કે ટિકટોકનો ઉપયોગ પ્રચાર અભિયાન માટે પણ થઈ શકે છે જેનો ફાયદો ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને થાય છે. આજથી 45 દિવસ પછી આ એપ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે , વીચેટ એપ્લિકેશન પણ તેના યૂઝર્સ પાસેથી મોટી માહિતી મેળવે છે, જે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી માટે લાભકાર હોય છે.ટ્રમ્પે કહ્યું કે, વીચેટ એપ્લિકેશન અમેરિકા આવતા ચીની નાગરિકો પર નજર રાખી શકે છે, જેના દ્વારા ચીની નાગરિકો કે જેઓ તેમના જીવનમાં પહેલીવાર સ્વતંત્ર સમાજના લાભો માણી રહ્યા છે તેવા ચીની નાગરિકો પર નજર રાખી શકાય.

યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ ટિકટોક પર અમેરિકન વિશેની વ્યક્તિગત માહિતી એકઠી કરવાનો આરોપ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details