વોશિંગ્ટન: US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ કોરોના વાઈરસના પ્રકોપને કારણે USમાં સ્થળાંતર સ્થગિત કરવાના વચગાળાના આદેશ પર હસ્તાક્ષર કરશે. ટ્રમ્પે જણાવ્યું કે, નહીં દેખાતા શત્રુના હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકન નાગરિકોની નોકરી સુરક્ષિત કરવી જરૂરી છે.
ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂકશે અમેરિકા, ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ લેવાયો નિર્ણય
તેલના ભાવમાં ઘટાડા બાદ અમેરિકાએ ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે જણાવ્યું કે, નહીં દેખાતા શત્રુના હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકન નાગરિકોની નોકરી સુરક્ષિત કરવી જરૂરી છે.
'હું યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરનારાઓને અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવાના વચગાળાના આદેશ પર હસ્તાક્ષર કરીશ'. આ દરમિયાન તેલની કિંમતોમાં ઘટાડા અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેલની કિંમતમાં મોટા ઘટાડાને ધ્યાનમાં રાખીને અમેરિકા વ્યૂહાત્મક ભંડારમાં 75 મિલિયન બેરલ તેલનો વધારો કરશે.
ટ્રમ્પે એવા સંકેત ક્યારેય આપ્યા ન હતા કે, તેઓ ક્યારેય આવા આદેશ પર હસ્તાક્ષર કરશે, પરંતુ આ સમય દરમિયાન ટ્રમ્પે એચ-1 બી વિઝા વિશે વાત કરી હતી. જે ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ એક બિન-ઈમિગ્રન્ટ વિઝા છે. બિન-ઈમિગ્રન્ટ વર્ક વિઝા ટ્રમ્પના નિશાન પર હોય તેવી શક્યતા છે.