વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીથી પ્રભાવિત દેશની અર્થ વ્યવસ્થાને ફરીથી ખોલવાની નવી યોજના ગુરૂવારે રજૂ કરી હતી અને ગવર્નરોને પોત-પોતાના રાજ્યોમાં પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાની અનુમતિ આપી હતી.
મહત્વનું છે કે, અમેરિકાની 95 ટકાથી વધુ આબાદી પોતાના ઘરમાં બંધ છે અને 2.2 કરોડથી વધુ અમેરિકીઓએ બેરોજગારી ભથ્થા માટે આવેદન આપ્યું છે.
અમેરિકામાં 6 લાખ 40 હજારથી વધુ અમેરિકી કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ટ્ર્મ્પે વ્હાઇટ હાઉસમાં નિયમિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, તેનું પ્રશાસન નવા દિશા-નિર્દેશો જાહેર કરવા જઇ રહ્યું છે. જેનાથી ગવર્નર પોત-પોતાના રાજ્યોને ફરીથી ખોલવાનો નિર્ણય પોતે કરી શકશે. તેમણે કહ્યું કે, આર્થિક દબાણની વચ્ચે લાંબા સમય સુધી લૉકડાઉનથી જન સ્વાસ્થય પર ગાઢ અસર થશે.
તેમણે કહ્યું કે, જો જમીની પરિસ્થિતિ સરખી રહેશે તો સ્વસ્થ અમેરિકી કામ પર પરત ફરી શકશે.
ટ્રમ્પે કહ્યું કે, 'લૉકડાઉન સમગ્ર રીતે બંધ કરવા કરતા તેના ઉચ્ચ જોખમવાળા લોકોને અલગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.'
રાષ્ટ્રતિએ કહ્યું કે, જો વાઇરસ ફરી થાય છે, જેવું અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે, તો આ દિશા-નિર્દેશોથી તે સુનિશ્ચિત થશે કે, દેશ ચાલતો રહે જેથી આપણે આ મુશ્કેલીથી બહાર આવી શકીએ.
આ દિશા-નિર્દેસો સરકારના શીર્ષ ચિકિત્સા વિશેષજ્ઞોએ બનાવ્યા છે અને પુષ્ટ તથ્યો પર આધારિત છે. આ નિર્દેશોમાં ગવર્નરને પોતા-પોતાના રાજ્યોમાં સ્થિતિ સામે લડવા અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જેમાં નવા કેસો, તપાસ અને રાજ્યો માટે હોસ્પિટલ સંસાધનોને પુરા કરવા પર સ્પષ્ટ માપદંડ છે.
પહેલા ચરણ માટે દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે, જો ફ્લુ જેવા લક્ષણો અને કોરોના વાઇરસ કેસની સંખ્યામાં 14 દિવસ સુધી ઘટાડો થાય છે, તો રાજ્યો ઘર પર રહેનારા લોકોને આદેશ તથા અન્ય પ્રતિબંધોને દૂર કરી શકે છે.
બીજા ચરણમાં વિષાણુની ચપેટમાં આવવાથી સંવેદનશીલ લોકોને એક સ્થાન પર આશ્રય આપવો, ઘરેથી કામ કરવા લોકોને પ્રેરિત કરવા અને સાર્વજનિક સ્થાનોને બંધ રાખવાનો સમાવેશ થાય છે.
કોરોના વાઇરસ પર વ્હાઇટ હાઉસ કાર્યબળના સભ્ય ડૉ. દેબરાહ બ્રિક્સે જણાવ્યું કે, ત્રીજા ચરણમાં સ્વસ્છતા જાળવી રાખવાની સાથે જ સામાન્ય સ્થિતિ જાળવી રાખવી જોઇએ. સ્વચ્છતાના આ નિયમોમાં લોકોની વચ્ચે અંતર રાખવું જરુરી છે, કારણ કે, લક્ષણ વગરના લોકોને તેનું સંક્રમણ ઝડપથી થઇ રહ્યું છે.
વધુમાં ટ્રમ્પે કહ્યું કે, અમારી દુનિયાના ઇતિહાસમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને અમે આ યુદ્ધને જીતવા માટે તેને બંધ કરી તથા હવે અમે તેની જીત તરફ આગળ વધી રહ્યા છીએ. અમારો દ્રષ્ટિકોણ અર્થવ્યવસ્થાના ત્રીજા ચરણમાં ખોલવાનો છે. આપણે બધું જ એકવામાં નહીં ખોલી શકીએ.
તેમણે કહ્યું કે, દેશમાં કોરોના વાઇરસનો સૌથી ખરાબ સમય પસાર થયા બાદ લોકો પોતાની જીંદગી ફરીથી શરુ કરી રહ્યા છે.
અમારી રણનીતિ વરિષ્ઠ નાગરિકો અને સંવેદનશીલ આબાદીની રક્ષા કરવાની હશે.