વૉશિગ્ટન : કોરોના સંક્રમણથી ઝઝુમી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમની વૉલ્ટર રીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વહેલી સવારે હેલીકૉપ્ટર મારફતે વ્હાઈટ હાઉસ જવા રવાના થયા હતા. વ્હાઈટ હાઉસ પહોંચતા જ ટ્રમ્પે મોઢા પરથી માસ્કને દુર કર્યું હતુ. જ્યારે વ્હાઈટ હાઉસના ડૉક્ટર સીન કોનલે કહ્યું હતું કે, ટ્રમ્પ સંપુર્ણ સુરક્ષિત છે.
આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, આજે હોસ્પિટલમાંથી રજા મળી જશે. ટ્રમ્પના વૉલ્ટર રીડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર ચાલી રહી હતી. ટ્રમ્પ થોડા સમયમાટે તેમના કાફલા સાથે હોસ્પિલ બહાર નીકળી લોકોનું અભિવાદન કર્યું હતુ.
ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, આજે મને રાત્રે 6 કલાકે વૉલ્ટર રીડ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ખુબ સારું મહેસૂસ કરું છું કોવિડ-19થી ડરો નહી, ટ્રમ્પ પ્રશાસને આ વાયરસ વિરુદ્ધ કેટલીક દવાઓ અને જાણકારી મેળવી છે. હું 20 વર્ષ પહેલાથી વધુ સારું અનુભવું છું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મેડિકલ ટીમે કહ્યું કે, તેઓ સંપુર્ણ ખતરાથી દુર છે. ઘરે જઈ શકે છે. તેમનું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને વ્હાઈટ હાઉસમાં તેમને રેમડેસિવિરનું પાંચમો ડોઝ આપવામાં આવશે.
આ સાથે ટ્રમ્પની જો બિડેનની સાથી આગામી ડિબેટની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. આ ડિબેટ 13 ઓક્ટોમ્બરના રોજ મિયામીમાં થશે. ટ્રમ્પે કૈમ્પેનના પ્રવકતા ટિમ મુર્તાગે આ સમગ્ર જાણકારી આપી છે.