સોમવારના રોજ વ્હાઇટ હાઉસના દક્ષિણ લોનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે હથિયાર નિયંત્રણને જોઇ રહ્યા છીએ. અમે આ માટે રશિયા તથા ચીન સાથે મળીને કામ કરશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હથિયારો પર નિયંત્રણ રાખવા માટે રશિયા અને ચીન સાથે સમજૂતી કરશે.
હથિયાર નિયંત્રણ મુદ્દે અમેરીકા કરી રહ્રૂયું છે રશિયા અને ચીન સાથે ચર્ચા : ટ્રમ્પ
વોશિંગન્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,અમેરિકા પ્રમુખ હથિયાર નિયંત્રણ જેવા કરારો પર રૂસ તથા ચીન સાથે વાત કરી રહ્યા છે.
FILE HOTO
વ્હાઈટ હાઉસમાં તેમણે જણાવ્યું હતું કે, "મને લાગે છે કે રશિયા-ચીન આ મુદ્દા પર ચર્ચા કરવાનું પસંદ કરશે. અમે પરમાણુ હથિયારોના અપ્રસારની વાત કરી રહ્યા છીએ તો સમજૂતીમાં રશિયા-ચીન ઉપરાંત અન્ય દેશ પણ સામેલ થઈ શકે છે." રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાના પત્રકારના એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. જોકે, તેમણે ન્યુ સ્ટ્રેટજીક આર્મ્સ રિડક્શન ટ્રીટી (સ્ટાર્ટ)નું વિસ્તરણ કરવાની માંગ કરી છે.